Vadodara

યુનિ. પરીક્ષાનો સિલેબસ નહીં ઘટાડાતાં વિદ્યાર્થીઓનું આંદોલન

વડોદરા : બોર્ડના વિદ્યાર્થીઓની જેમ યુનિ.ના વિદ્યાર્થીઓને પણ સિલેબસમાં ઘટાડો કરી આપવાની માગ સાથે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે. એજીએસજી ગ્રુપ ત્રણ આવેદનપત્ર અને બે વાર ભુખ હડતાલ કરી ચુકયું છે પરંત એમ એસ યુનીવર્સીટી દ્વારા આ બાબતને ધ્યાનમાં લીધી ન હતી. િવદ્યાર્થીઓ અને હર્ષીલ રબારી તેમજ એજીએસજી ગ્રુપ ના આ આંદોલનમાં જોડાઈને હેડ ઓફીસમાં આંદોલન કર્યું હતું.

જેમાં હર્ષીલ રબારીએ જણાવ્યું હતું કે, ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓને તીસ ટકા સીલેબસમાં રાહત અપાય છે તો આપણી એમ એસ યુનીવર્સીટીમાં પણ એફવાએસવાય બીકોમમાં વિદ્યાર્થીઓને એન્યુઅલ એકઝામ સીલેબસમાં રાહત આપવી જોઈએ આ અંગે રજુઆત કર્યા છતાં રાહત આપવમાં ન આવી તેથી આજે અને વિદ્યા્થીઓ ઉગ્ર આંદોલન સાથે દેખાવો કરવા ગયા હતા.

ઉપરાંત કોમર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને એન્યુઅલ એકઝામ માટે ટાઈમટેબલ મોકલવામાં આવ્યુંહતું તેમાં એસવાય બીકોમી એન્યુઅલ એકઝામ દસ ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને એસવાયબીકોમની એન્યુઅલ એકઝામ વીસ ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે તો આ અંગે પણ ગ્રુપ દ્વારા વિરોધ કરાયો હતો.

કારણ કે દર વર્ષે વિદ્યાર્થીઓને નીડસેમની એકઝામ પુર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને 30 દિવસનો સમય આપવામાં આવે છે પછી એન્યુઅલ એકઝામ લેવામાં આવે છે. પરંતુ આ વર્ષ એસવાય બીકોમના વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર 19 દિવસ જ સમય આપવામા્ં આવયા છે. તેથી તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top