Sports

CSKએ ઇન્સ્ટાગ્રામ પર રવિન્દ્ર જાડેજાને અનફોલો કર્યો! શું ટુર્નામેન્ટમાંથી પણ બહાર થશે?

મુંબઈ: સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) માટે છેલ્લાં કેટલાંક અઠવાડિયા કપરાં રહ્યાં છે. આઈપીએલ (IPL) શરૂ થવાના બે દિવસ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ (Mahendrasing Dhoni) કેપ્ટનશીપ (Captain) છોડવાનો નિર્ણય લીધો હતો. જાડેજા ચેન્નાઈનો નવો કેપ્ટન બન્યો. 37 દિવસ પછી, તેણે પોતાના પદ પરથી હટી જવાનો નિર્ણય કર્યો અને ધોનીએ ફરીથી પદ સંભાળવું પડ્યું હતું. માહિતી અનુસાર રવીન્દ્ર જાડેજા હવે આખી ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઈ શકે છે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે જાડેજા હાલમાં ઈજાગ્રસ્ત છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે તેને આ ઈજા પહોંચી હતી. ચેન્નાઈ આ મેચ હારી ગયું. આ પછી ટીમની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે હતી, જેમાં જાડેજા ઈજાના કારણે રમ્યો ન હતો. ચેન્નાઈએ દિલ્હી સામેની આ મેચમાં જીત મેળવી હતી.

પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછી
રવિન્દ્ર જાડેજાની નેતૃત્વવાળી કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે પ્રથમ 8 મેચ રમી હતી, જેમાંથી માત્ર બે જ જીતી શકી હતી. જાડેજાની કેપ્ટનશિપની અસર તેની બેટિંગ અને બોલિંગમાં પણ જોવા મળી હતી. ખરાબ પ્રદર્શનને કારણે જાડેજાએ ધોનીને ફરીથી કેપ્ટનશિપ સોંપી દીધી હતી. આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમે અત્યાર સુધી કુલ 11 મેચ રમી છે જેમાંથી માત્ર 4માં જ જીત શકી છે. આ ટીમ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર છે. તેમજ ચેન્નાઈની ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ હવે નહિવત છે.

જો રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમો વધુ એક મેચ જીતે છે, તો બંનેના 16-16 પોઈન્ટ હશે. આવી સ્થિતિમાં ચેન્નાઈ ટૂર્નામેન્ટમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ જશે, કારણ કે CSK ટીમને હવે માત્ર 3 મેચ રમવાની છે. જો ચેન્નાઈની ટીમ ત્રણેય મેચ જીતી જાય તો પણ તેના માત્ર 14 પોઈન્ટ જ રહેશે.

CSK જાડેજાને લઈને જોખમ લેવા નથી ઈચ્છતું
માહિતી અનુસાર, ચેન્નાઈ ટીમ મેનેજમેન્ટે હાલમાં જ જાડેજાની ઈજાનું આકલન કર્યું હતું, જે મુજબ તેના માટે જલ્દી સાજા થવું ખૂબ મુશ્કેલ છે. ચેન્નાઈની ટીમને હવે આ લીગમાં માત્ર 3 મેચ રમવાની છે અને તે પ્લેઓફમાં પહોંચવાની આશા નથી. આવી સ્થિતિમાં CSK ટીમ જાડેજાને લઈને કોઈ જોખમ લેવાનું વિચારતી નથી. આ કારણે જાડેજાને ટુર્નામેન્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો જાડેજા અને ચેન્નાઈની ટીમ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. ચેન્નાઈ ટીમ મેનેજમેન્ટે રવિન્દ્ર જાડેજાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ અનફોલો કરી દીધો છે. જોકે આ દાવો સોશિયલ મીડિયા પર જ કરવામાં આવી રહ્યો છે. હવે માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ જાડેજાની બહાર થવાની પણ જાહેરાત કરવામાં આવશે. રવિન્દ્ર જાડેજાએ IPL 2022 સીઝનમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાં તેણે 19.33ની એવરેજથી માત્ર 116 રન બનાવ્યા છે. આ સિઝનમાં જાડેજા બોલિંગમાં પણ નિસ્તેજ દેખાતો હતો. તેણે બોલિંગમાં માત્ર 5 વિકેટ લીધી છે.

કેપ્ટન તરીકે જાડેજાને ટીમ તરફથી કદાચ સમર્થન ન મળ્યું હોય: કિરમાણી
હાલમાં સૈયદ કિરમાણી, જેઓ 1983 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના વિકેટકીપર-બેટર હતા, તેમણે પણ આજ તકને કહ્યું હતું કે જાડેજાને કદાચ બાકીના લોકો તરફથી સંપૂર્ણ સમર્થન ન મળ્યું હોય. આ જ કારણ હોઈ શકે છે કે તેનામાં આત્મવિશ્વાસનો અભાવ છે અને તેની અસર તેની રમત પર પણ પડી રહી છે. કિરમાણીએ કહ્યું કે જો કોઈ ખેલાડી ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટન્સી છોડી દે તો તેમાં કોઈ શરમ નથી. કિરમાણીએ એમ પણ કહ્યું હતું કે ધોનીના સમયમાં જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેના કારણે ટીમમાં ઈર્ષ્યાની લાગણી પણ જન્મી હશે.

Most Popular

To Top