મેરઠના મોહમ્મદપુર વિસ્તારમાં રહેતા આ યુવકનું નામ મનોજ કુમાર ( MANOJ KUMAR ) છે. તેણે બેનરો અને પોસ્ટરોને કાવડ જેવો દેખાવ આપ્યો છે. આમાં એક તરફ પીએમ નરેન્દ્ર મોદી ( NARENDRA MODI ) અને બીજી તરફ સીએમ યોગી ( CM YOGI) ની તસવીરો છે. સાથે એમ પણ લખાયું છે કે સમસ્યાનું સમાધાન મેરઠથી લખનઉ પદયાત્રા.
રિક્ષા ચલાવીને પરિવારનું પેટ ભરી શકાતું નથી, જેથી યુવક નૌકરીની ઇચ્છામાં લખનઉની યાત્રાએ નીકળી પડ્યો છે. તે માત્ર 7 ધોરણ ભણેલો છે. કાવડ લઈને મેરઠનો આ યુવક એક અલગ પ્રકારની યાત્રા પર નીકળી પડ્યો છે. આ યુવક મેરઠથી લખનૌ સુધી 584 કિલોમીટરનો પ્રવાસ ખુલ્લા પગે કરશે. બેરોજગારીથી ( UNEMPLOYED ) કંટાળી આ યુવકે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ( CM YOGI AADITYNATH ) સુધી પોતાનું દુખ પહોંચાડવા આ માર્ગ અપનાવ્યો છે. તેનું કહેવું છે કે તે નોકરીની દલીલ કરવા લખનૌ જશે.
આ યુવકનું નામ મનોજ કુમાર છે અને તે મેરઠના મોહમ્મદપુર વિસ્તારમાં રહે છે. તેણે બેનરો અને પોસ્ટરોને કાવડ જેવો દેખાવ આપ્યો છે. આમાં એક તરફ પીએમ નરેન્દ્ર મોદી અને બીજી તરફ સીએમ યોગીની તસવીરો છે. તેણે પોતાની બેરોજગારીની સમસ્યાના નિરાકરણ માટે મેરઠથી લખનૌ સુધીની પદયાત્રા ચાલુ કરી છે. પ્રથમ મનોજ 1 ફેબ્રુઆરી 2021 ના દિવસે પદયાત્રા પર જવાનો હતો, પરંતુ તે કરી શક્યા નહીં. હવે તે 2 એપ્રિલની રાતે લખનૌથી મેરઠ જવા રવાના થયો છે.
મનોજે તેની સાથે લીધેલા બેનરો અને પોસ્ટરો પર 1 ફેબ્રુઆરી, 2021 ના રોજ સવારે 10 વાગ્યે કૂચની શરૂઆતની તારીખ છાપવામાં આવી છે . જેને તેણે ભૂંસી નાખવાનો પ્રયત્ન પણ કર્યો છે. મનોજ સાથે વાત કરવામાં આવી ત્યારે તેની પીડા તેના મોઢા પર સાફ તરી આવી હતી. “હું રિક્ષા ચલાવુ છું અને ઘરમાં પત્ની અને ત્રણ બાળકો છે.” તેણે દુખ સાથે કહ્યું કે ઘણી મહેનત પછી પણ ઘર ચાલી રહ્યું નથી. હું 7 ચોપડી ભણેલો છું અને રિક્ષા ચલાવી ઘર નથી ચાલતું.
મનોજના કહેવા પ્રમાણે, તેને ન તો ઘર જોઈએ છે, ન બીજું કંઇ, ફક્ત જીવનનિર્વાહની નોકરી જોઈએ છે. આ સંજોગોમાં મનોજે ખુલ્લા પગે લખનૌ જઇને મુખ્યમંત્રી સુધી પોતાનો સંદેશ પહોંચાડવાનો નિર્ણય કર્યો. હાલ કોરોના મહામારીના કારણે કેટલાય લોકોના ઘર ચાલી રહ્યા નથી. ત્યારે મનોજ કુમાર પોતાની વ્યથા લઈને મુખ્યમંત્રી પાસે પહોચ્યા હતા.