આજના માનવીને વિશેષ પડકારનો પ્રશ્ન હોય તો તે પર્યાવરણના આરક્ષણનો ગ્લોબલ વોર્મિંગનો સતત ભય. પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકર્તા છે. પ્લાસ્ટિકની પ્રકૃતિ એવી છે જે વરસો સુધી પૃથ્વીની સપાટી પર એમનું એમ પડ્યું રહી ઝેરી ગેસો ઉત્પન્ન કરી પ્રદુષણની માત્રામાં સતત ઉમેરો કરતું રહે છે. એ કારણને લક્ષમાં લઈ વિશ્વના વિકસિત રાષ્ટ્રોમાં પ્લાસ્ટિકની થેલીઓનો જાહેર વપરાશ માટે પ્રતિબંધ જાહેર કર્યો છે.
અત્યાર સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ વ્યાપક થતો રહ્યો. પર્યાવરણની પરવાહ વિના જે વાસ્તવિક હકીકત સ્પષ્ટ છે. એ જ પ્રમાણે મોબાઈલ ફોનો, લેપટોપ, કોમ્પ્યુટરો, ટીવી જેવા આધુનિક ઈલેકટ્રોનિક ઉપકરણો પણ વપરાશમાં વધ્યા છે. જ્યારે આ વસ્તુઓ નકામી બને છે ત્યારે કચરામાં નાંખી દેવામાં આવે છે. ત્યારે તેમાંથી નિકળતા રેડિયેશનો પણ વરસો સુધી હવામાં પ્રસરીત રહે છે. નિકળતા કિરણો માનવજીવન માટે ભયંકર પ્રાણઘાતક ખતરા સમાન છે.
જે પ્લાસ્ટિક કરતા પણ વધારે પર્યાવરણ માટે જોખમી છે. હવે પ્રશ્ન એ મહત્ત્વનો બને છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ વરસો સુધી કર્યા બાદ હવે માનવીને ખ્યાલ આવ્યો કે પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવો હિતાવહ છે. તો વર્તમાન ઈલેકટ્રોનીક ઉપકરણો પણ પ્લાસ્ટિક કરતા વધારે નુકસાનકર્તા છે તો તેના પર પ્રતિબંધનો વિચાર ક્યારે આવશે? પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે પ્લાસ્ટિક સાથે ઈલેક્ટ્રોનીક ઉપકરણોના કચરાનો કેવી રીતે અંકુશ રાખવો તે બાબતે હમણાથી જ સજાગ થવાની આવશ્યકતા છે. નહીં તો ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા હાલ છે તે વધુ કથળ શે. બગડશે. માટે તાકીદે અગ્રીમતાના ધોરણે પગલા લેવા જરૂરી છે.
ભાણોન્દ્રા – હનિફ એ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે