મહિલાઓ સાથે થતા અત્યાચારના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. જેનું સૌથી મોટુ કારણ પોર્ન વેબસાઇટ અને અશ્લીલ વીડિયો હોવાનું માનવામાં આવે છે. બાળકોમાં વધતી જતી હિંસક પ્રવૃત્તિને માટે સાઇક્રિયાટ્રિસ્ટ-ઇન્ટરનેટ અને મોબાઇલને જવાબદાર માનવામાં આવે છે. બિહારમાં આવી બધી પ્રવૃત્તિઓને રોકવા માટે બિહાર સરકારે ઉન્નયન યોજના અંતર્ગત સ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે કે કેવી રીતે પોર્ન સાઇટથી દૂર રહેવું જોઇએ. રાજય સરકાર દ્વારા સંચાલિત શાળાઓમાં પહેલેથી જ ઉન્નયન યોજના લાગુ છે. હવે આ યોજના હેઠળ બાળકોમાં પોર્ન વિરુધ્ધ જાગૃતતા આવે તે માટે અભિયાન પણ ચલાવવામાં આવે છે. સ્કુલમાંથી જ બાળકોને પોર્ન સાઇટથી દૂર રહેવાનું શિખવવામાં આવશે તો સ્વભાવિક રીતે તેઓ મોટા થઇને પણ તે આવી સાઇટથી દૂર જ રહેશે.
પાલનપુર – મહેશ વી. વ્યાસ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.