Charchapatra

અસહય ભાવવધારો- પ્રજા પરેશાન

છેલ્લા કેટલાક વખતથી ઓઇલ કંપનીઓ દ્વારા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિનપ્રતિદિન અસહય ભાવ વધારો ઝીંકાય રહયો છે. દેશના ગુજરાત સિવાયના રાજયમાં પેટ્રોલનો ભાવ લિટરના રૂા.100ને પર થઇ ગયો છે.

ગુજરાતમાં પણ પેટ્રોલના લિટરના 87 જેટલા થઇ ગયા છે જે ઘણાં જ વધારે કહેવાય. પેટ્રોલનો ભાવ સરેરાશ રૂા.50ની રેંજમાં રહેવો જોઇએ. સરકારે એકસાઇઝ ડયુટી તથા રાજય સરકારે વેટ, સેસ જેવા કરમાં ઘટાડો કરવો જ જોઇએ અને પ્રજાને ારહત આપવી જોઇએ.

(આ ચર્ચાપત્ર છપાશે ત્યારે શું ભાવ હશે?) સરકારી ઓઇલ કંપનીઓએ તાજેતરમાં જ ડોમેસ્ટિક એલપીજીના સિલિન્ડરના ભાવમાં ફરી એક વખત સખત વધારો ઝીંકયો છે. આ વધારાને કારણે 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઇ ગયા છે. આ ચાલુ ફેબ્રુઆરી માસ દરમ્યાન જ સતત ત્રીજી વખત એલપીજી સીલીન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. સબસીડી વગરના સિલિન્ડરમાં પણ રૂપિયા 25નો વધારો ઝીંકવામાં આવ્યો છે.

પહેલી ડિસેમ્બરે ભાવ વધારો કર્યા બાદ પહેલી જાન્યુઆરી વધારો ઝીંકયા બાદ ફેબ્રુઆરી મહિનામાં ત્રણ ત્રણ વખત ભાવ વધારો પ્રજા પર ઝીંકવામાં આવ્યો છે. સરકાર મૂક પ્રેક્ષક બની ગઇ છે કે શું? ઓઇલ કંપનીઓ પર લગામ કરવાની જરૂર છે. પ્રજા આ અસહય ભાવવધારો કયાં સુધી સહન કરશે?

તલીયારા – હિતેશ એસ. દેસાઇ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top