તમારી પાસે મતદારકાર્ડ નથી “ના, બેન કેમ નથી ? તમારે કઢાવી લેવાં જોઈએ ને ? આ દેશના જાગ્રત નાગરિક હોવાના નાતે તમારી પાસે મતદારકાર્ડ તો હોવો જ જોઈએ.
બ્રેડ તો અમારેય કઢાવવાં છે, પણ કોઈ કાડી નથી દેતું.
કેમ નથી કાઢી દેતા ? તમારા ગામની નિશાળનાં શિક્ષકો પાસે જજો… એ લોકો કાઢી આપશે. તમે તમારા બે ફોટા, જનમનો દાખલો, રૅશનકાર્ડ ને બીજા જે પણ પુરાવા હોય એ સાથે લઈ જજો એટલે એ લોકો અરજી કરી દેશે. “પણ બેન, તમે કીધું એમાંનું કશુંયે – કોઈ આધાર જ અમારી પાસે નથી..
એવું કેવી રીતે બને ?”
સાંભળીને એવું જ બોલાઈ ગયેલું, પણ સાચું કહું તો માનવામાં નહોતું આવ્યું. ખરેખર પોતાની ઓળખનો એકેય આધાર હોય નહીં તેવું બને ખરું ?
દૂધરેજમાં રહેતા ભાઈલાલભાઈ સરાણિયા મારા હાવભાવ પરથી મને મૂંઝવતો પ્રશ્ન સમજી ગયા. એમણે કહ્યું, પેટ વાસ્તે અમે ગામેગામ ભમીએ. અમારા ઢંગા હાલ ભલે દૂધરેજમાં હોય પણ કાલે ગામમાં ચકાચપ્પા) હજાવવાનું કામ જડે નહીં તો અમે આ મલક છોડીને બીજા મલકમાં થયા જઈએ. અમે હાણિયા (સરાણિયા), અમારાં વૈડિયાં (ઘરડાં) કેના કે, “આપડે રાણા પ્રતાપના રાજમાં રે’તા, પણ મુઘલસેનાએ ચિતોડગઢ માથે ચડાઈ કરી અને ચિતોડગઢ કબજે કર્યું એટલે રાણા પ્રતાપને પોતાનું રાજ છોડીને ભાગવું પડશે.
એમની કેડે અમારા જેવી એમની વફાદાર પ્રજાય ભાગી. રાણા પ્રતાપે જ્યાં સુધી ચિતોડગઢ પાછું નહીં મેળવું ત્યાં સુધી જંપીને નહીં બેસું – એવી ટેક લીધી, અમે એમની પ્રજા, તે એમની પાછળ અમેય પ્રતિજ્ઞા લીધી અને લડાઈની તૈવારી કરવા માંડી. રાણાના સૈન્યને લડવા હથિયાર તી જોવે. વળી ચિતોડગઢ જેટલું રાણાનું હતું એટલું અમારુંયે હતું. એથી હથિયાર સજાવવાની ને નવા બનાવવાની જવાબદારી અમે લીઘી, અમે મુઘલો સામે ફેર લડમાં પણ અમે જીતી શક્યા નહીં. લીધેલી ટેકના લીધે અમારા ડિયા કોઈ ચિતોડગઢ પાછા ગવા નહીં.
આર્જવ અમાસ બ્રાલિયા કામધંધા માટે ફરતાં ફરતાં જો ચિતોડગઢ બાજુ પહોંચી જાવ તોપણ ત્યાંનું પાણી નથી પીતા. આમ ચિતોડગઢ છોડા પછી અમે રખડતા થઈ ગયા. પહેલાં હાથથી ખેંચવાનું સરાણ ને પછી ખભા પર સરાણ લઈને છરી ચાકુની ધાર કઢાવવાની હોય તો.. એવી બૂમો પાડતા પાડતા અમે ગામેગામ ફરીએ. ચોમાસું અમે એવા ગામમાં રહીએ જ્યાં અમને કોઈ હેરાન કરે નહીં. બાકીનો સમય ફરતાં એ વાળંદ કે દરજીની જેમ એક ગામ પકડીને અમારાથી બેસાય નહીં. અમારા ધંધાય એવા એટલે ફર્યા વગર ચાલે નહીં.
ભાઈલાલભાઈના મોઢામાંથી અસ્ખલિત વાણી વહી રહી હતી. આમ તો રોકવાનું મન જ થાય નહીં, પણ કેટલુંક નહોતું સમજાતું એટલે રોકીને પૂછ્યું, ‘કેમ દરજીની જેમ ગામમાં સ્થાયી રહેવાય નહીં “
“અરે, મારાં બેન, ચાકા હજાવવાનું કામ રોજનું થોડું હોય ? એક ગામમાં એક અઠવાડિયું રહીએ તો આખાય ગામનાં ચાકા સૂડી, કાતર બધાંયની ધાર કાઢી નાખીએ. પાછી અમે કાઢેલી ધાર સામે એકાદ વરસ તો જોવું પડે નહીં. એટલે દરજી કે વાળંદની જેમ ગામમાં અમને રોજ કામ મળે નહીં, એટલે અમારે વિચરવું જ પડે.’
આ સમુદાયની સ્થિતિ તેમનું વિચરણ અટકે તો જીવન અટકે તેવી હતી. મારા ગામમાંથી કામધંધાની શોધમાં ઘણા માણસો બીજાં શહેરોમાં જઈ વસ્યાં. ઘણા તો આજેય સરકારી અધિકારીઓની જેમ બદલી થાય એમ પોતાના વ્યવસાય માટે ગામ બદલ્યા કરે છે. પણ આ બધાનું પોતાનું મૂળ છે, વતન છે, જ્યાં તેઓ નિયમિત જાય છે. અલબત્ત, જવાનું થાય નહીં તોપણ કોઈ વ્યક્તિ જ્યારે પૂછે કે તમે મૂળ ક્યાંના, તો તરત જ એ કહી શકે કે અમે ફ્લાણા જિલ્લાના લાણા ગામના, પણ વિચરતી જાતિઓ આપણી જેમ પટ દઈને અમારું વતન આ’ એવું નહોતી બોલી શકતી. મૂળ નહીં હોવાની એક અજબ પીડા આ પરિવારો વેંચરી રહ્યા હતા.
ઘણાં તો વર્ષોથી એક જ ગામમાં રહેતાં હતાં છતાં કોઈએ તેમની દરકાર કરી નહોતી. એક રીતે કહું તો સૌની નજરે દૃશ્યમાન છતાં અદશ્ય હતાં આ સરનામાં વગરનાં માનવીઓ. ત્રણ-ચાર દાયકા પહેલાંની સમાજવ્યવસ્થામાં આ સમુદાયોનું યોગદાન ઘણું મોટું હતું. આપણા ગામમાં વખતોવખત તેઓ આવતા અને જુદી જુદી સેવા કે મનોરંજન પૂરું પાડતા. તેઓ આવે નહીં તો આપણી રામાજ-વ્યવસ્થામાં થોડું ભંગાણ પડતું. એ વખતે આપણી નાની નાની જરૂરિયાતોનું ધ્યાન આ જાતિઓએ જ રાખ્યું હતું. દા. ત., અનાજ દળવા માટે ઘરઘંટી કે મોટી ચક્કીઓ નહોતી ત્યારે લોકો અનાજ શેનાથી દળતા ? આ પ્રશ્ન કદાચ આજની પેઢીને નહીં થતો હોય પણ તમારું બા-દાદાને પૂછશો તો એ સલાટ, ચામઠા ને ઘેરા સલાટની વાત કરશે.
ગધેડાં ઉપર ઘંટીના પડ (પથ્થર) લઈને ગામમાં આવનાર સલાટ નવી ઘંટી વેચવાની સાથે સાથે ચપ્પાની અદ્દલ ધાર કાઢવાની જેમ જ ઘસાયેલી ઘંટીને ફેર ટાંકી આપવાનું કરતા. એ વખતે તો બાર્ટર સિસ્ટમ હતી એટલે અનાજના બદલામાં તેઓ આ કામ કરતા. વાહનવ્યવહારની આજે છે તેવી સગવડ નહોતી. ઘણોખરો પ્રવાસ ચાલીને કે ગાડા વાટે થતો. તે વેળા દરિયાકાંઠે કે કચ્છના નાના રણમાં પાકતું મીઠું અમદાવાદમાં કે વડોદરામાં રહેતા માણસ સુધી કેવી રીતે પહોંચતું ? રસોઈમાં વપરાતાં અવનવાં સાધનો તવી, તાવેથા, ચીપિયા, કડાઈ, સાણસી, ઝારા વગેરે આજની હોમ ડિલિવરી પદ્ધતિથી કોણ આપતું ? સિમેન્ટ શોધાયો નહોતો તે વખતે માણસો કેવાં ઘરોમાં રહેતાં ? એ ઘરો બનાવવાનું કામ કોણ કરતું ? ઢોરને દાણ નીરવા માટે જરૂરી સૂંડલા, ટોપલા ને ઘરમાં રોટલા મૂકવાની નાની છાબડીઓ બનાવવાનું કામ કોણ કરતું ? માથું ઓળવાની કાંસકીઓ અને બંગડીઓ વગેરે જેવાં શૃંગાર-પ્રસાધનો ઘેર ઘેર કોણ આપવા આવતું ? ટૂંકમાં, એક યા બીજી રીતે જુદી જુદી સેવાઓ પૂરી પાડવાનું કામ આ વિચરતી જાતિઓમાંની જ કેટલીક જાતિઓએ કર્યું. ને તેમના આ વ્યવસાયને લીધે જ તેઓને ભાગે ફરતા રહેવાનું આવ્યું.
આમ તો અમારો આશય આ જાતિઓને શોધી તેમની મુશ્કેલીઓનો અભ્યાસ કરી એ સમાજ સમક્ષ મૂકવાનો હતો, પણ જેમ જેમ તેમની નજીક આવી રહી હતી તેમ તેમ તેમની પીડાઓના ભંડાર ખૂલી રહ્યા હતા. જો કે સરકારી કચેરીમાંથી મળેલી પેલી ચોપડીમાં લખેલી બધીયે જાતિઓ સુધી પહોંચવાનું શક્ય નહીં બનેલું પણ પ્રયત્ન બધાને શોધવાનો, બધા સુધી પહોંચવાનો જરૂર હતો. એટલે એક ડંગામાંથી મળેલી માહિતીના આધારે બીજા ડુંગામાં ને ત્યાંથી ત્રીજે એમ સતત વિચરણ ચાલતું રહેતું. એવામાં સરવાલ ગામમાં બજાણિયા સમુદાયના વસવાટની માહિતી મળી જેના આધારે લગભગ ખરા બપોરે એમની વસાહતમાં પહોંચી. ઝાડ નીચે ખાટલામાં કેટલાક લોકો આડા પડ્યાં હતાં તો કેટલાંક બેઠાં હતાં. ત્યાં મને જોઈને એક યુવકે સીધું જ પૂછ્યું, “બેન, તમે બજાણિયાપુરામ આયાતા ન ? મીં તમન ભાળ્યાં’તાં.’
‘હા.’ ઓય કણય માહિતી લેવા જ ક કોય બીજું કોમ હું ?”માહિતી માટે જ આવી છું.’
એ પછી સરવાલ ગામના બજાણિયા સાથે તેમની સ્થિતિ ને તેમનાં સગાંવહાલાં ક્યાં રહે, સરકાર પાસે શું અપેક્ષા વગેરે જેવી વિગતો પૂછી. બધાએ એમને આવડે એવા જવાબો આપ્યા. પછી હું નીકળી રહી હતી એ વખતે પેલો યુવાન કે જેણે મને અહીં કેમ ?”એવો પ્રશ્ન પૂછ્યો હતો તે મારી પાસે આવ્યો અને કહ્યું, ‘તમન એક વણમોંગેલી સલાહ આલું ?
વણમાંગેલી બોલ્યા પછી સલાહ આપવાની વાત.
મન તો ના પાડવાનું હતું પણ પછી કહ્યું, “બોલો, શું સલાહ આપવી છે ?’
બીજું કોય નઈ પણ તમે હાચા મનથી બધી બજોણિયાની વસતી પાહે પૂગવા મોગો હો ?’ કેમ ? કોઈ શંકા છે ?’
“ના, ના, પણ હાચું કહું તમે હાલ ઓમ થેલો લઈન એકએક ગોમ ફરો હો ઈમ કરસો તો આખી જિંદગી બજોલિયાન હોધવામાં જ નેકરી જહે !’ વાત મુદ્દાની હતી. કેટલા દિવસોથી એક જગ્યાએથી સરનામું મેળવી બીજે ને ત્યાંથી ત્રીજે પહોંચી રહી હતી. મેં પૂછ્યું, તો શું કરવું જોઈએ ? બધા બજાણિયા ભેગા ક્યારે થાય ‘ મૈણામોં ક પૈણામોં બધા ભેરા થાય…’
– મિત્તલ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે