World

યુએન મિશન માટે તૈનાત ભારતીય મહિલા બટાલિયન વિશ્વને પોતાની તાકાત બતાવશે

નવી દિલ્હી: વિશ્વમાં (World) શાંતિ સ્થાપિત કરવા માટે સંયુકત રાષ્ટ્રમાં સેનામાં યોગદાન આપનારા રાષ્ટ્રમાં ભારત (India) મોખરે છે. ભારતીય સેના યુએનની (UN) શાંતિ સેના તરીકે છેલ્લા કેટલાય દશકાઓથી કાર્ય કરી રહી છે. આ વચ્ચે ભારતે ફરીએકવાર સંયુકત રાષ્ટ્ર મિશનમાં મહિલાઓની બઢતી આપવાનો નિર્ણય લીધો છે. આ સાથે ભારત સંયુકત રાષ્ટ્ર મિશન માટે પૂરી રીતે મહિલાઓની ટીમને શામિલ કરનારો પ્રથમ દેશ બની ગયો છે. ભારતીય દળમાં બે અધિકારી તેમજ 25 અન્ય રેન્ક શામિલ છે.

જણાવી દઈએ કે ભારતે ફરી એકવાર સંયુકત રાષ્ટ્ર મિશનમાં મહિલાઓના બઢતીનો નિર્ણય લીધો છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે તેમના ટ્વિટ દ્વારા આ માહિતી આપી હતી તેઓએ એક સંદેશમાં જણાવ્યું હતું કે ભારત અબાયના સંવેદનશીલ ક્ષેત્રમાં યુએન મિશનમાં અમારી બટાલિયનના ભાગ રૂપે પીસકીપર્સની તમામ મહિલા ટુકડીને તૈનાત કરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં મહિલા પીસકીપર્સની આ સૌથી મોટી તૈનાતી છે. આ સાથે તેઓએ મહિલા ટુકડીને શુભકામનાઓ પાઠવી હતી.

કંબોજે વધારામાં જાણકારી આપતા કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરિમ સિક્યુરિટી ફોર્સ, અબેઇ (UNISFA) ની ભારતીય બટાલિયનના ભાગ રૂપે 6 જાન્યુઆરી, 2023 ના રોજ અબેઇમાં મહિલા શાંતિ રક્ષકોની પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે. 2007માં લાઇબેરિયામાં મહિલા પીસકીપર્સની પહેલી પ્લાટૂનની તૈનાતી બાદ યુએન મિશનમાં મહિલા પીસકીપર્સની એક પ્લાટૂનની આ ભારતની સૌથી મોટી તૈનાતી છે. ગયા વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં ભારત બાંગ્લાદેશ પછી યુએન પીસકીપિંગ મિશનમાં બીજા નંબરનું સૌથી મોટું સૈનિક યોગદાન આપનાર દેશ છે. ભારતે કુલ 12 મિશનમાં 5,5887 સૈનિકો અને કર્મચારીઓને મોકલ્યા છે. જણાવી દઈએ કે ભારતીય ટુકડીમાં બે અધિકારીઓ અને 25 અન્ય રેન્કનો સમાવેશ થાય છે. અબેઇમાં તાજેતરની હિંસામાં વધારો મહિલાઓ અને બાળકો માટે પડકારરૂપ માનવતાવાદી ચિંતાઓ ઉભો કરે છે.

યુએનના પ્રથમ પોલીસ સલાહકાર ડૉ. કિરણ બેદી, મેજર સુમન ગવાણી અને યુનાઈટેડ નેશન્સ મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2019 મેળવનાર શક્તિ દેવીએ યુએન પીસકીપિંગમાં પોતાની ઓળખ બનાવી છે, એમ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશન તરફથી એક નિવેદનમાં જણાવાયું છે.

Most Popular

To Top