નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા (India Team) T20 વર્લ્ડ કપની (T20 World Cup) તૈયારી કરી રહી છે ત્યારે ટીમ ઈન્ડિયાને સતત ખરાબ સમાચાર મળી રહ્યા છે. દીપક હુડ્ડા (Deepak Hooda) બાદ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પણ ઈજાગ્રસ્ત (Injured) થયો છે અને હવે તે વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે પ્રશ્ન યથાવત છે. આ દરમિયાન ચર્ચા ચાલી રહી છે કે ઉમરાન મલિકને (Umran Malik) T20 વર્લ્ડ કપ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવી શકે છે. વર્લ્ડ કપ પહેલા ઉમરાન મલિકે પોતાનું પર્ફોર્મન્સ બતાવવાનું શરૂ કરી દીધું છે.
શનિવારથી શરૂ થયેલી ઈરાની ટ્રોફી ભારત અને સૌરાષ્ટ્રની ટીમો આમને-સામને છે. અહીં ભારતની જોરદાર બોલિંગ જોઈને સૌરાષ્ટ્ર પોતાના ઘૂંટણ ટેકવી દીધા. અને માત્ર 98 રન કરી આખી ટીમ જ આઉટ થઈ ગઈ. ભારત તરફથી મુકેશ કુમાર અને ઉમરાન મલિકના ઝડપી બોલે સૌરાષ્ટ્રના છક્કા છોડી દીધઆ હતા. જે સૌરાષ્ટ્રના ખેલાડીઓ સહન કરી શક્યા ન હતા. આ ઇનિંગમાં મુકેશ કુમારે 10 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી જ્યારે ઉમરાન મલિકે 5.5 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કુલદીપ સેનને પણ 3 વિકેટ મળી હતી.
રેસ્ટ ઓફ ઈન્ડિયાના બોલરોએ સૌરાષ્ટ્રના ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી, પ્રથમ પાંચ બેટ્સમેન ડબલ ફિગર પણ પાર કરી શક્યા ન હતા. બાદમાં માત્ર 4 બેટ્સમેનો ડબલ ફિગરને પાર કરી શક્યા, ત્યારબાદ સૌરાષ્ટ્રનો સ્કોર 98 સુધી જ પહોંચ્યો હતો.
ઉમરાન મલિક ઓસ્ટ્રેલિયા જશે?
જસપ્રિત બુમરાહની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. બુમરાહ હજુ સુધી T20 વર્લ્ડ કપમાંથી સંપૂર્ણપણે બહાર નથી થયો, પરંતુ BCCIએ બેકઅપ માટે વિચારવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકને રિઝર્વ ખેલાડીઓ તરીકે ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવશે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ ચાર રિઝર્વ ખેલાડીઓ સાથે પ્રવાસ કરી રહી છે, જેમાં મોહમ્મદ શમી અને દીપક ચહર જેવા ઝડપી બોલરોનો સમાવેશ થાય છે.