સુરત: શહેરના ઉમરા વિસ્તાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આજે સોમવારે ચીટીંગ (Cheating) કરતી ગેંગના (Gang) ત્રણ ને ઝડપી પાડ્યા છે. આ ત્રણ ઇસમોની ધરપકડએ (Arrest) ઉમરા પોલીસની મોટી સફળતા છે, કારણકે આ ઇસમોની ધરપકડ (Arrest) બાદ આંતર રાજ્યમાં (State) થયેલી ચીટીંગોના નોંધાયેલા ગુના પૈકી 5 ગુનાઓ ઉકેલાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉમરા પોલીસે આંતર રાજ્યમાં ચીટિંગ કરતી ઈરાની ગેંગ ઝડપી પાડી મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા અને સુરતમાં નોંધાયેલા અનેક ગુનાઓને ઉકેલી કાઢ્યા છે. પોલીસે હાલ ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આખા ષડયંત્રને અંજામ આપવા ગેંગના માણસો બેંકમાં પહેલેથી જાળ બિછાવી એકલ દોકલ વ્યક્તિને કોઈને કોઈ વાતમાં ભોળવી ચીટિંગ કરતા હોવાનું સામે આવ્યું છે. તેમજ બેંકના સીસીટીવીના આધારે આરોપીઓ પકડાયા હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં પણ પોલીસે ઝડપાયેલા ઈસમો પાસેથી 1 લાખ રૂપિયા પણ કબ્જે કર્યા છે. તેમજ અલગ અલગ શહેરના 5 ગુનાઓ ઉકેલાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત DCP વી.આર મલ્હોત્રાએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ઇસમોએ અઠવાલાઇન્સની બેંન્ક ઓફ બરોડામાં પૈસા જમા કરાવવા આવેલા એક સીટીઝનને 500ની કેટલીક નોટ ફાટેલી હોય તો બેંકવાળા લેતા નથી તેમ કહી વાતોમાં ભોળવી નાંખ્યા હતા. ત્યારબાદ નોટો ચેક કરી આપવાના બહાને 15,500 રૂપિયા બંડલમાંથી કાઢી ભાગી ગયા હતા. ઘટનાની જાણ બાદ ઉમરા પોલીસના સર્વેલન્સ સ્ટાફે CCTVના આધારે આરોપીઓની ઓળખ કરી શોધખોળ ચાલુ કરી હતી.
આ ઘટના મગદલ્લા રોડ પર પંચ્યાસી મહોલ્લામાં રહેતા ખેડૂત ચુનીલાલ ભગવાન રાઠોડ બપોરના સમયે બેન્ક ઓફ બરોડાની (BOB) અઠવાગેટ શાખામાં રૂપિયા ઉપાડવા ગયા હતા ત્યારે બની હતી. ખેડૂત ચુનીલાલે બેન્કમાં સેલ્ફનો ચેક ભરી રૂપિયા 1.50 લાખ ઉપાડ્યા હતા. ત્યાર બાદ તેઓ કાઉન્ટર પાસેના સોફા પર બેસી 500ની નોટના બંડલ ગણી રહ્યાં હતાં. તેમજ આખી ઠગીને અંજામ આપ્યો હતો.
દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે શકમંદ આરોપીઓ ઉમરાગામ નજીક દેખાયા હતા. બાતમી મળતા પોલીસે સાદા ડ્રેસમાં જઈ આરોપીઓની અટકાયત કરી હતી. આ સાથે જ તપાસમાં આરોપીઓ પાસેથી એક લાખની રોકડ પણ મળી આવી હતી. તેમજ પૂછપુરછમાં ત્રણેય આરોપીઓએ લગભગ 5 શહેરોમાં આવી જ મોડ્સ ઓપરેન્ડીથી ચીટીંગ કરી હોવાની કબૂલાત કરી છે. મામલો પ્રકાશમાં આવતા હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.