National

ઉમેશ પાલ હત્યાકાંડમાં FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, આ પિસ્તોલથી કરી હતી હત્યા

નવી દિલ્હી: ઉમેશ પાલ મર્ડર કેસમાં (Umesh Pal murder case) આજે મોટો ખુલાસો થયો છે. ઉમેશ પાલ અને બે સરકારી બંદૂકધારીઓ જે હથિયારો વડે માર્યા ગયા તેનો એફએસએલ રિપોર્ટ (FSL Report) આવી ગયો છે. આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે જે હથિયારોથી ઉમેશ પાલ હત્યા કેસને અંજામ આપવામાં આવ્યો હતો અને અતીકની (Atiq Ahmad) ઓફિસમાંથી જે હથિયારો મળી આવ્યા હતા. એ હથિયારો સરખા જ હતા. ઉમેશ પાલની હત્યા બાદ શૂટરોએ આ હથિયારોને અલગ-અલગ જગ્યાએ બેગમાં સંતાડી દીધા હતા, જેમાં બે બેગ પોલીસને મળી આવી હતી, જ્યારે ત્રીજી હથિયારની થેલીની પોલીસ (Police) શોધ કરી રહી છે.

24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની અતિકના પુત્ર અને તેના શૂટરોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનામાં બે સરકારી શૂટરોને પણ ગોળી વાગી હતી, જેના કારણે બંને શૂટરો પણ માર્યા ગયા હતા. માફિયા અતીકના પુત્ર અને અતીકના શૂટરોએ આ ઘટનામાં વિદેશી COLT પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. ઉમેશ પાલના શરીરમાં મળેલી ગોળી અને શૂટરના શરીરમાંથી મળેલી ગોળી આ COLT પિસ્તોલમાંથી ચલાવવામાં આવી હતી. એફએસએલ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ સિવાય સ્થળ પરથી મળેલા કારતુસ અતીકના ડ્રાઈવર અરબાઝ અને શૂટર વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માનના એન્કાઉન્ટર દરમિયાન મળી આવેલી પિસ્તોલ સાથે મેચ થાય છે. બેલેસ્ટિક રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

ઉમેશ પાલ મર્ડર કેસ બાદ અતીકના પુત્ર અસદના કહેવાથી આ હથિયારો અલગ-અલગ બેગમાં રાખીને અલગ-અલગ જગ્યાએ છુપાવવામાં આવ્યા હતા. જ્યારે અતીકનો નોકર પકડાયો ત્યારે તેની સૂચના પર પોલીસે અતીકની ઓફિસમાંથી હથિયારો, કારતુસ અને પૈસા કબજે કર્યા હતા. જ્યારે હત્યાકાંડ બાદ કસારી મસરીના ખંડેરમાં એક પિસ્તોલ અને કારતુસની કોથળી છુપાવવામાં આવી હતી. જે પોલીસ રિમાન્ડ દરમિયાન અતીક અને અશરફ પાસેથી મળી આવી હતી. ખંડેરમાંથી મળી આવેલી પિસ્તોલ વિદેશી હતી અને કારતુસ પાકિસ્તાનના હતા. જો કે ત્રીજી બેગ હજુ પોલીસને મળી શકી નથી. પોલીસ આ બેગને શોધી રહી છે. ડીસીપી સિટી દીપક ભુકરના જણાવ્યા અનુસાર COLT પિસ્તોલ, અરબાઝ અને ઉસ્માન ઉર્ફે વિજય પાસેથી મળી આવેલી પિસ્તોલનો FSL રિપોર્ટ આવી ગયો છે. પોલીસ ત્રીજા બેગ વિશે પણ માહિતી મેળવવા તપાસ કરી રહી છે.

Most Popular

To Top