Vadodara

શહેરમાં યોજાઈ ઉમેશ અન ટેમ્પડ સીઝન બે ઓફ્ફ રોડ ચેલેન્જ ૨૦૨૧

વડોદરા: બે વર્ષના સમયગાળા બાદ વડોદરા ફરીએકવાર મોટેર રેસિંગથી ધમ ધમી ઉઠયુ હતું. બરોડા ઓટોમોટીવ રેસિંગ દ્વારા  ચાર વ્હીલર  માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસિંગ એસોસિયેશન અને આવી સ્પર્ધાઓનું આયોજન શહેરના જાણીતા રેસર સુનીલ નિગમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બેસ્ટ ઓફ રોડર તરકે રમામનંદ ગણાદેવિકરને જાહેર કરવામાં આવ્યા હતા.  ઉમેટા ખાતે મહીસાગરના તત પર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી ૩૦ સ્પર્ધકોએ પોતાની ગાડી સાથે ભાગ લીધો હતો. ફક્ત વડોદરામાં યોજાતી આ સ્પર્ધામાં પાંચ પ્રકારના ટ્રેક બનાવવામાં આવ્યા હતા.જેમાં માટે રેતી ઉંચા અને નીચા હિલ તેમજ કૃત્રિમ ટ્રેક બનાવવામાં આવ્યા હતા. આ હરીફાઈમાં ચોક્કસ સમય અને પોઇન્ટ રાખવામાં આવ્યા હતા. બે અલગ અલગ કલરના ફ્લેગ રાખવામાં આવ્યા હતા.  ફ્લેગ જમીન પર પગ મૂકયા વિના ઉઠાવવાના આવવાના હતા. 

    

Most Popular

To Top