સુરત (Surat): ગુજરાતની (Gujarat) ભ્રષ્ટ પોલીસ (Corrupt Police) બેફામ બની છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં પોલીસ કર્મચારીઓની કાળી કરતૂતના અનેક કિસ્સા બહાર આવ્યા છે, ત્યારે હવે ઉમરપાડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની હરકતે પોલીસને શર્મસાર કરી છે. ઉમરપાડા (Umarpada) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે બધી હદ વટાવી દીધી. પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં જ બિન્ધાસ્ત લાંચ (Bribe) લેતા કોન્સ્ટેબલ (Constable) પકડાયો (Arrest) છે.
દારૂના કેસમાં પોલીસના ચોપડે નામ નહીં ચઢાવવા માટે રૂપિયા 50 હજારની લાંચ લેતા ઉમરપાડા પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી રંગેહાથ ઝડપાયો છે. એસીબીએ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી જ અ.હે.કો.ને ઝડપી પાડતા પોલીસ કર્મીઓમાં ખળભળાટ મચી ગયો હતો.
- ઉમરપાડા અ.હે.કો 50 હજારની લાંચ લેતા ઝડપાયો : દારૂના કેસમાં નામ નહીં ખોલવા લાંચ માંગી હતી
- ACB એ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી જ ઝડપી પાડ્યો : બે દિવસમાં ત્રીજો કેસ
એન્ટી કરપ્શન બ્યુરોના સૂત્રોએ જણાવ્યું કે કોન્સ્ટેબલને પકડવાનું ઓપરેશન 13 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પકડાયેલો પ્રફુલ સાકર પટેલ ઉમરપાડા પોલીસ સ્ટેશનનો વર્ગ-3 નો કર્મચારી છે. તેેને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે.
એસીબીએ જણાવ્યું હતું કે, ઉમરપાડા પોલીસ સ્ટેશનના દાખલ થયેલા પ્રોહિબિશેન ગુનામાં ફરિયાદીનું નામ નહીં ખોલવાના અવેજ પેટે રૂપિયા 50 હજારની લાંચ માગવામાં આવી રહી હોવાની ફરિયાદ આવતા તપાસ શરૂ કરાઇ હતી. વોચ ગોઠવી એ.હે.કો પ્રફુલભાઇ સાકરભાઇ પટેલને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉમરપાડાના પોલીસ કોન્સ્ટેબલે હેતુલક્ષી વાતચિત કરી લાંચની રૂ. 50 હજાર ની રકમ માગતા હોવાના પુરાવા પણ મળ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે સતત ત્રણ દિવસમાં એસીબી દ્વારા લાંચિયા સરકારી કર્મચારીઓને પડવાનો ત્રીજો કેસ કર્યો છે. ટ્રેપીંગ અધિકારી તરીકે આર.કે.સોલંકી પોલીસ ઇન્સ્પેકટર સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે સુરત અને સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ એ જવાબદારી નિભાવી હતી.