Dakshin Gujarat

ઉમરગામના વંઠેલા યુવકોએ એવું કયું કૃત્ય કર્યું કે જેનો વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ ગઈ ?

ઉમરગામ : ઉમરગામમાં બર્થ ડે પાર્ટીમાં તલવારથી કેક કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસે આરોપીની ઘરપકડ કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ઉમરગામ વિસ્તારમાં કેટલાક ઈસમો જાહેરમાં તલવાર લઈને બર્થડે પાર્ટીમાં કેક કાપતા હોવાનો ગતરોજ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. જે બનાવો અંગે ઉમરગામ પોલીસે તપાસ કરતા ઉમરગામ ચિત્રકૂટ સાઈ કોમ્પ્લેક્સ નુરી મસ્જિદની સામે સલમાન સલીમ ખાનનો ઘરની બહાર ખુલ્લી જગ્યામાં જન્મ દિવસની ઉજવણીનો વિડીયો હોવાનું જણાતા ઉમરગામ પોલીસ સ્ટેશનના કર્મીઓ ત્યાં જઈને તપાસ કરતા સલમાન સમીમ ખાનએ જણાવ્યુ હતુ

તેના નાના ભાઈનો જન્મદિવસ હોવાથી તેમના મિત્રો અલી એહમદ અલાઉદ્દીન ખાન, એજાજ અતિક ધોબી, ઇમરાન અનવર હુસેન (તમામ રહે ઉમરગામ ચિત્રકૂટ)ની હાજરીમાં બર્થ ડે કેક તલવારથી કાપી હતી. અને આ તલવાર મુકેશ સંતોષગરી મારવાડી (ઉમરગામ ગાંધીવાડી આનંદ નગર) પાસેથી લઇ આવ્યો હતો અને પરત આપી દીધી હતી. આ ચારેય જણાની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુકેશ સંતોષગરી મારવાડી (રહે ઉમરગામ આનંદ નગર)ને વોન્ટેડ જાહેર કર્યો છે. બનાવ સંદર્ભે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી કમલેશ પવારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top