SURAT

સુરત ક્રિકેટ લીગમાં દમણના ઉમંગ ટંડેલે 38 બોલમાં 90 રન ફટકાર્યા

સુરત: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર સહિતના સહિયારા પ્રયાસો થકી IPLની તર્જ પર રમાઈ રહેલી સુરત ક્રિકેટ લોગની 20 માર્ચ રાતે 7:30 કલાકે યોજાયેલી CAS શ્રી સ્પોર્ટ્સ વિરુદ્ધ સુરત સ્ટ્રાઇકરની મૂળ દમણના ખેલાડી ઉમંગ ટંડેલે 38 બોલમાં 90 રન ફટકારી ટુર્નામેન્ટનો વ્યક્તિગત સૌથી મોટો સ્કોર કર્યો હતો.

સુરત સ્ટ્રાઇકરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 171 રન કર્યા હતા. CAS શ્રી સ્પોર્ટ્સની ટીમે 16.5 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવી રન ચેસ કરી 172 રન બનાવી વિજય મેળવ્યો હતો. ઉમંગ પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આજે 21 માર્ચે 3:15 કલાકે સુરત ટાઈટન્સ વિરુદ્ધ શ્રી સ્પોર્ટ્સ વચ્ચેની મેચમાં સુરત ટાઈટન્સે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન બનાવ્યા હતા. પણ શ્રી સ્પોર્ટ્સ 20 ઓવરમાં 9 વિકેટે 136 રન જ કરી શક્યું હતું. સુરત ટાઈટન્સે 17 રનથી આ મેચ જીતી હતી. મેન ઓફ ધ મેચ યશ દેસાઈએ 30 બોલમાં 43 રન કર્યા હતા.

પાર્થ ટેક્સે સુરત ટાઇટન્સને અને ડુમસ કલબે પટેલ સ્પોર્ટ્સને હરાવ્યું
આ અગાઉ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન આયોજિત, સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ‘ગુજરાતમિત્ર’નાં સહિયારા પ્રયાસોથી ચાલી રહેલી સુરત ક્રિકેટ લીગની શનિવારે રાતે રમાયેલી ટુર્નામેન્ટની બીજી મેચમાં પાર્થ ટેક્સએ સુરત ટાઇટન્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો.

સુરત ટાઇટન્સે ટોસ જીતી બેટિંગ લેવાનો નિર્ણય લઇ 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતાં. આ સ્કોરનો પીછો કરતાં પાર્થ ટેક્સની ટીમે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 128 રન કર્યા હતા. આ મેચના મેન ઓફ ધ મેચ રહેલાં રોનીત પટેલે 62 બોલમાં 77 રન કર્યા હતાં. આજે સોમવારે પ્રથમ મેચમાં ડુમસ ક્રિકેટ ક્લબ સામે પટેલ સ્પોર્ટ્સ એસોસિએશને ટોસ જીતી 20 ઓવરમાં 6 વિકેટે 163 રન કર્યા હતાં. એનો પીછો કરતાં ડુમસ ક્રિકેટ કલબે 19.4 ઓવરમાં 166 રન કરી વિજય મેળવ્યો હતો. પ્રિયેશ પટેલે માત્ર 41 બોલમાં 62 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. મેન ઓફ ધ મેચ રહેલા પ્રિયેશ પટેલને સુરત પીપલ્સ બેંકના એમડી.ડો. જતીન નાયકનાં હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top