Top News

તમારા દેશે અમને મદદ કરી નથી એટલે તમને જવા નહિ દઈએ- ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનના સૈનિકોની ઘમકી

અમદાવાદ: યુક્રેન (Ukraine)અને રશિયા (Russia) વચ્ચે ચાલી રહેલા યુઘ્ઘનો સામનો ત્યાં સ્થિત ભારતીય વિદ્યાર્થીઓએ (Student) કરવો પડી રહ્યો છે. અમદાવાદના (Ahmedabad) વિદ્યાર્થીઓ જયારે પોલેન્ડના (Poland) રસ્તે થઈ ભારત (India) આવી રહ્યાં હતાં ત્યારે યુક્રેનના સૈનિકોએ કહ્યું કે તમારા દેશે અમને મદદ કરી નથી તેથી તમને જવા નહિ દઈએ આ ઉપરાંત તેઓને ડરાવવા માટે તેઓએ હવામાં ફાયરિંગ પણ કર્યુ હતું. આ ઉપરાંત તેઓ યુવતીઓને અપશબ્દો પણ કહી રહ્યાં છે.ઈન્ટરનેટ ન હોવાના કારણે મોબાઈલ બંઘ થઈ જવાથી માતા પિતા તેઓના બાળકનો સંપર્ક પણ કરી શકતા નથી.

યુક્રેનના લોકલ એજન્ટો વિદ્યાર્થીઓ માટે ટેક્સી કે બસની વ્યવસ્થા તો કરી આપે છે પરંતુ તેનું ભાડું વિદ્યાર્થીઓએ જ ચૂકવ્વાનું હોય છે. આવા કટોકટીના સમયે માનવતા દેખાડવાની જગ્યાએ બસ ડ્રાઈવર પણ આ સમયનો ગેરલાભ લઈ વિદ્યાર્થીઓ પાસે ભાડાની ઊંચી રકમ વસૂલવા લાગ્યા છે. યુક્રેનની કરન્સીને ‘ગ્રેવન’ કહે છે. ભારતના ત્રણ રૂપિયા એટલે યુક્રેનનો એક ગ્રેવન. આ માટે ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી ભાડાની ઉંચી રકમ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ પોલેન્ડ તરફ જઈ રહેલા ઢગલાબંધ વાહનોની લાઈટો દેખાયા કરે છે. રસ્તામાં અધવચ્ચે એક તરફ બેસીને કાતિલ ઠંડીથી બચવા તાપણું કરાય. ત્યારે તો લાકડીઓ ગોઠવીને તાપણું કરે તેવામાં ત્યાં સ્નોફોલ શરૂ થઈ જાય. એક ભારતીય વિદ્યાર્થીની માતાએ જણાવ્યું કે જયારે વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડરથી એન્ટ્રી કરવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે યુક્રેનના બંદૂકધારી સૈનિકોએ ભારતીય સ્ટુડન્ટ્સને રોક્યા અને કહ્યું તમને આગળ જવા દેવા એવી કોઈ સૂચના તમારી એમ્બેસી તરફથી મળી નથી. અને આમ પણ તમને તો યુક્રેનની બહાર નહીં જવા દઈએં, કારણ કે ઈન્ડિયાએ યુક્રેનની મદદ નથી કરી.

Most Popular

To Top