ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. તંત્ર દ્વારા ડેમની સપાટી જાળવી રાખવા માટે શનિવારથી પાણી છોડવાનું શરૂ કર્યું છે. 90 હજાર 230 ક્યુસેક પાણીની આવક સામે 72 હજાર 769 પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે ઉકાઈ ડેમની નીચાણ વાળા વિસ્તારોમાં તાપી નદીમાં પાણીની સપાટી સતત વધી રહી છે. શનિવારે સવારથી નદીમાં પાણી છોડવામાં આવતા કડોદ નજીક આવેલો હરિપુરા કોઝવે ફરી એક વખત ડૂબી ગયો હતો. આ કોઝવે ડૂબી જવાથી માંડવી તાલુકાનાં દસથી બાર ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાઈ ગયો હતો. સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કોઝવે તરફ જવાના રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં હરિપુરા કોઝવે ફરી પાણીમાં ગરક
By
Posted on