Business

વિદેશની ધરતીએ ભારતીય રોકાણ: ટાટા જૂથ યુકેમાં ચાર અબજ પાઉન્ડના ખર્ચે EV બેટરી પ્લાન્ટ સ્થાપશે

નવી દિલ્હી: ભારતનું સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ ટાટા (TATA) ગૃપ ફરી એકવાર ચર્ચામાં છે. ટાટા ગ્રુપે (Tata Group) યુકેમાં (UK) વૈશ્વિક 40 GW બેટરી સેલ ગીગાફેક્ટરી સ્થાપવાની યોજના જાહેર કરી છે. જે ભારત (India) માટે ગર્વની વાત છે. જો કે ટાટા જૂથ આ પ્રોજેક્ટમાં ચાર અબજ પાઉન્ડનું રોકાણ કરશે. આ વિશેની માહિતી આપવા ટાટા ગ્રુપે બુધવારે ટ્વીટ (Tweet) કરીને જાણકારી આપી હતી.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે જૂથ તેના તમામ વ્યવસાયોના ટકાઉ ભાવિ માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે. આજે મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ટાટા જૂથ યુકેમાં યુરોપની સૌથી મોટી બેટરી સેલ ઉત્પાદન સુવિધાઓમાંની એક ફેક્ટરી ખોલી રહ્યું છે. અમારું બિલિયન પાઉન્ડ રોકાણ દેશમાં અદ્યતન ટેકનોલોજી લાવશે, જે ઓટોમોટિવ સેક્ટરને ઇલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તિત કરવામાં મદદ કરશે. તેને અમારા પોતાના વ્યવસાય, જગુઆર લેન્ડ રોવર દ્વારા ટેકો મળે છે.” “આ વ્યૂહાત્મક રોકાણ સાથે ટાટા જૂથ ટેક્નોલોજી, કન્ઝ્યુમર, હોસ્પિટાલિટી, સ્ટીલ, કેમિકલ અને ઓટોમોટિવ ક્ષેત્રોમાં કાર્યરત અમારી ઘણી કંપનીઓ સાથે યુકે પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે,” તેમણે વધુમાં કહ્યુ કે હું બ્રિટિશ સરકારનો પણ આભાર માનું છું, જેમણે આ રોકાણને સક્ષમ કરવા અમારી સાથે નજીકથી કામ કર્યું છે.

યુકે સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે ટાટા જૂથ યુકેમાં નવા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) બેટરી પ્લાન્ટ અથવા ગીગાફેક્ટરીની સ્થાપનામાં ચાર અબજ પાઉન્ડથી વધુનું રોકાણ કરશે, જે સમગ્ર સપ્લાય ચેઇનમાં હજારો નોકરીઓનું સર્જન કરશે. યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે તેને દેશના ઓટોમોટિવ ઉદ્યોગ માટે “અતુલ્ય ગર્વની” ક્ષણ અને બ્રિટનના કાર ઉત્પાદન ઉદ્યોગ અને તેના કુશળ કર્મચારીઓની તાકાતનો પુરાવો ગણાવ્યો હતો. ટાટા મોટર્સ યુકે સ્થિત લક્ઝરી કાર નિર્માતા જગુઆર લેન્ડ રોવર (JLR) ની માલિકી ધરાવે છે, જે 40 GWh ના પ્રારંભિક આઉટપુટ સાથે નવી ગીગાફેક્ટરીના એન્કર ગ્રાહક હશે. નવી ગીગાફેક્ટરીમાં ઉત્પાદન 2026 માં શરૂ થવાનું છે અને યુકેની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ કરવા માટે સુનાકની પ્રાથમિકતા પાછળ મુખ્ય ડ્રાઇવર તરીકે ગણવામાં આવે છે. સુનકે વધુમાં કહ્યું કે યુકેમાં નવી બેટરી ફેક્ટરીમાં ટાટા જૂથનું બિલિયન પાઉન્ડનું રોકાણ એ અમારા કાર ઉત્પાદન ઉદ્યોગ અને તેના કુશળ કર્મચારીઓની મજબૂતાઈનો પુરાવો છે.

Most Popular

To Top