વ્યારા: ઉચ્છલ (Uchhal) તાલુકાના નેશુ પશ્વિમ રેન્જના ઝરાલી રાઉન્ડના ચંદાપુર ગામ નજીક નેશુ નદી (Neshu River) પુલ પાસે પાસ પરવાનગી વિના સાગી તથા સિસમના લાકડાની (Wood) હેરાફેરી કરતાં ટ્રેકટર તથા ટ્રોલી સાથે કુલ ત્રણ આરોપીઓની વનવિભાગે (Forest Department) અટક કરી છે. જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે. ટ્રેકટર તથા ટ્રોલીની કિ. રૂા.૨ લાખ, લાકડાની કિ. રૂા. ૧,૦૩,૧૧૧ મળી કુલ્લે રૂા. ૩,૦૩,૧૧૧નો જથ્થો કબ્જે કરી આ મામલે વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
વનવિભાગે લાકડાની તસ્કરી પ્રકરણમાં એકની કરી અટકાયત
વનવિભાગે આ લાકડાની તસ્કરી પ્રકરણ માં જનાભાઈ રાજયાભાઈ વસાવા સંદીપભાઈ જેસિંગભાઈ વસાવા રિતેશભાઈ બાલુભાઈ કાથુડની અટક કરી ભારતીય વન અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ રાઉન્ડ ફોરેસ્ટર બી.એમ.પટેલે હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપી જેસિંગભાઈ હરીયાભાઈ વસાવા , હરીશ વસાવા ઉર્ફે હરીયા શેઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.
સાત વર્ષ પહેલા સબમર્શિબલ મોટરની ચોરી કરનાર એલસીબીના હાથે ઝડપાયો
પલસાણા : સુરત જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન સુરત ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.ચાવડા તથા એ.એસ.આઈ અરવીંદભાઈ બુધીયાભાઈ નાઓને સંયુક્ત રીતે તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે, સાત વર્ષથી બારડોલી તથા માંગરોળ વિસ્તારમાં સબમર્શિબલ મોટર ચોરીના ગુનામાં સંડોવાયેલો અને ઘણા સમયથી નાસતો ફરતો આરોપી નેહરૂ વસાવા કામરેજ બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર ઉભેલો છે. તેણે ભુરા રંગનુ લાંબી બાયનું સફેદ તથા લાલ રંગની બાય વાળુ શર્ટ અને કાળા રંગનુ પેન્ટ પહેર્યું છે.
બાતમીના આધારે પોલીસે તેને કામરેજ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો
બાતમીના આધારે પોલીસે તેને કામરેજ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીનું નામ નેહરૂભાઈ કાઠુભાઈ વસાવા છે અને તેની ઉંમર 42 વર્ષ છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે, આજથી આશરે સાતેક વર્ષ પહેલા અલગ અલગ મહિનામાં બારડોલી તથા માંગરોલ વિસ્તારમાંથી રાત્રીનાં સમયે અન્ય સાગરીતો સાથે ખેતરાડી વિસ્તારોમાં જઇ ખેતી માટે ઉપયોગી સબમર્શિબલ મોટરની ચોરી છે. તેની કબૂલાતના આધારે પોલીસે નહેરૂ વસાવા ( રહે. હાલ સચીન જી.આઈ.ડી.સી સાઈના ટેક્ષટાઈલની રૂમમાં મૂળ ઈટવાઈ ગામ, મંદિરા ફળીયુ, તા.કુકરમુંડા, જી.તાપી.)ની ધરપકડ કરી છે.