Vadodara

મિત્રને સ્વેટર આપવા ગયેલા બાઇક સવાર 2 યુવકોના અજાણ્યા વાહનની ટક્કરે મોત

વડોદરા : વડોદરા નજીક પસાર થતો નેશનલ હાઈવે ફરી ગોઝારો બન્યો હતો દેણા ચોકડી પાસે માતેલા સાંઢની જેમ દોડતા અજાણ્યા વાહનની ટક્કરે વતન જતા મિત્રો ને મોકલી પરત ફરી રહેલા બાઈક સવાર યુવાનોનું  કરૂણ મોત થયું હતું  હિટ એન્ડ રનના બનાવમાં બે મિત્રો એકસાથે મોત થી પરિવારોમાં આક્રંદ છવાઈ ગયું છે.  શહેર નજીક નેશનલ હાઇવે પર દેણા ગામથી દુમાડ ગામ વચ્ચે મોડી રાત્રે બેફામ દોડતા  વાહનો એ બે યુવાનોની જિંદગી છીનવી લીધી હતી રણોલી ગામની સિદ્ધાર્થભાઇની ચાલીમાં રહેતા  25 વર્ષીય આશાસ્પદ યુવાન મુકુંદ  શાહ અને 32 વર્ષના આબીદ ઠાકુર મૂળ બિહારના વતની છે.અને  છેલ્લા ઘણા વર્ષોથી રણોલી ગામમાં રહે છે. મુકુંદ શાહ ક્રેઇન ઓપરેટર હતો. જ્યારે આબિદ ગામમાં  સલૂન ચલાવતો હતો.

આબીદ પરિણીત છે દરમિયાન ગતરાત્રે આબીદ અને મુકુંદ વતન જઇ રહેલા મિત્રને સ્વેટર આપવા દુમાડ ચોકડી પાસે ગયા હતા. અને સ્વેટર આપીને પરત ફરતી વખતે અજાણ્યા વાહને તેઓની બાઇકને ટક્કર મારીને અડફેટમાં લીધા હતા. જેમાં બન્નેના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા હિટ એન્ડ રનના બનાવમાં  બાઇક ચાલક મુકુંદ શાહ પર અજાણ્યા વાહનના ટાયર ફરી વળ્યાં હતા. જ્યારે આબીદ રોડ પર પટકાતા  મોતને ભેટ્યો હતો બનાવ અંગે સમા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વતન જતાં મિત્રને સ્વેટર આપવા ગયા અને મોત ભેટી ગયું

દુમાડ ચોકડી નજીક બનેલા હિટ એન્ડ રનના બનાવમાં મોતને ભેટેલા આબિદનો મિત્ર વતન જઈ રહ્યો હતો દુમાડ ચોકડી પાસેથી તેને આબિદને ફોન કર્યો હતો અને  ઠંડી વધારે છે એટલે ઘરેથી સ્વેટર આપી જવા કહ્યું હતું મિત્રનો ફોન આવતા જ આબિદ મિત્ર મુકુંદને સાથે લઈ બાઈક પર દુમાડ ચોકડી ગયા હતા જ્યાં વતન જતા મિત્ર ને સ્વેટર આપી રવાના કર્યો હતો તે પછી આબીદ અને મુકુંદ બાઈક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટનાસ્થળે બંને મોતને ભેટ્યા હતા આમ વતન જતા મિત્રને સ્વેટર આપવા  ગયેલા બંને મિત્રોને પણ મોત ભેટી ગયું હતું  કાળમુખા અજાણ્યા વાહનની  ટક્કરમાં બે આશાસ્પદ જિંદગીનો અંત થયો હતો.

એક સાથે બે મિત્રોના મોતથી રણોલી ગામમાં ઘેરોશોક

દુમાડ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં એક સાથે બે મિત્રોના મોત થયા હતા. અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા આબિદ અને મુકુંદના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા  યુવાન મિત્રોના મોતથી રણોલી ગામમાં ઘેરાશોકની લાગણી ફેલાઇ ગઇ છે. બિહારથી વડોદરાને કર્મભૂમિ બનાવનાર મિત્રોના મોત  બાદ પરિવારજનોમાં ભારે આક્રંદ હતો આબિદ પરણેલ છે અને તેને ચાર સંતાનો છે. જોકે બંને આશાસ્પદ યુવાનોના મોતથી પરિવાર માથે આભ તૂટી પડયું હતું.

Most Popular

To Top