‘ માઈનસ અને પ્લસ ‘ આ બે શબ્દો ખૂબ મહત્ત્વના છે તે વિશે ક્યાંક વાંચ્યું જે જાણવા જેવું હોઈ અહીં રજૂ કર્યું છે. આપણા પોતાના માઈનસ અને પ્લસ પોઈન્ટની ખબર હોય એ આપણો પ્લસ પોઇન્ટ છે. અવાજ અને મૌન ,પુરુષનો ઊંચો અવાજ સ્ત્રીને ચૂપ કરાવી દે છે, પણ સ્ત્રીનું મૌન પુરુષના પાયા જ હલાવી નાખે છે.
ડોક્ટર અને માણસ ,કેવો ગજબનો શબ્દ છે – “ સોરી (SORRY) “ – માણસ બોલે તો ઝઘડો પુરો , અને ડોકટર બોલે તો માણસ પુરો. યાદ અને ભૂલી , મદદ એક એવી ઘટના છે , કરો તો લોકો ભૂલી જાય છે , ના કરો તો લોકો યાદ રાખે છે.
આપણાં અને તાપણાં, આપણાં અને તાપણાંની એક , ખાસિયત છે બહુ નજીક ના રહેવું અને બહુ દૂર પણ ના રહેવું. શરૂઆત અને અંત , જીવનની શરૂઆત આપણા રડવાથી થાય છે , અને જીવન નો અંત બીજા ના રડવાથી થાય છે. મગજ અને હ્રદય , મગજ ભલે હ્રદયથી બે વેંત ઊંચે હોય, પણ હ્રદયથી બનતા સંબંધો બધાથી ઊંચા હોય છે.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.