સુરત: સુરતમાં (Surat) અવારનવાર રોડ ઉપર થતી મારામારીના (Fighting) વિડીયો વાઇરલ (Video viral) થતાં હોય છે. ત્યારે આવો જ એક બનાવ સરથાણાથી (Sarathana) સામે આવ્યો છે. જેના વિડીયો ખુબ ઝડપથી વાઇરલ (Viral) થઇ રહ્યા છે. અસલમાં બનાવ એમ બન્યો છે કે સરથાણામાં બે મહિલાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી (Fighting) થઈ હતી. આ મારામારી શા માટે થઇ હતી તે હજી સુધી જાણી શકાયુ નથી.
મળતી માહિતી મુજબ, સરથાણા જકાતનાકા પાસે બે મહિલાઓ નજીવી બાબતે હાથાપાઇ પર ઉતરી ગઇ હતી. જેમની છૂટા હાથની મારામારીના વિડીયો સામે આવ્યા છે. પાડોશમાં રહેતી બંને મહિલાઓના ઝગડાનું કોઈ કારણ જાણી શકાયું ન હતું. પરંતુ વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. હાલ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સરથાણા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોર મહિલા દમણમાં હોમગાર્ડ તરીકે કામ કરતી હોવાનું સામે આવ્યું છે. તેમજ ઝગડો થયા બાદ તેણીએ પાડોશમાં રહેતી મહિલાને જાહેરમાં માર માર્યો હતો. આટલું જ નહીં પણ સોસાયટીમાં બેફામ ગાળો બોલી પાડોશી મહિલાનાં ઘરમાં જઇ હુમલો કરાયો હતો. હોમગાર્ડ મહિલાનું નામ ઉષાબેન હોવાનું અને બહેન સાથે મળી પાડોશી મહિલાના ઘરે જઈને મારામારી કરી હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં જાણકારી મળી છે કે, જાગૃતિ નામની ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશીયલ મીડિયા પર વાયરલ થયો છે. સાથે જ જાગૃતિના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
હાલમાં થોડા દીવસો પહેલાં જ સરદાર માર્કેટથી મારામારીના વિડીયો વાઇરલ થયાં હતાં
પુણા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટમાં મારામારીના દ્રશ્યોનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. સરદાર માર્કેટમાં બે જૂથ વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. અંગત અદાવતમાં એકબીજા પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું હતું.
બે જૂથ સામ સામે ખુલ્લેઆમ તલવારો લઈ એકબીજા સામે ધસી જતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતાં. બંને જૂથ વચ્ચે ક્યાં મામલે ઝઘડો થયો તે જાણી શકાયું ન હતું. હાલ સીસીટીવી વીડિયો ફૂટેજની મદદથી પોલીસે તપાસ કરી રહી છે.