આણંદ: આણંદ જિલ્લો એનઆરઆઈ હબ છે અને અહીંથી અનેક લોકો વિદેશમાં અભ્યાસ અને કારકિર્દી માટે સ્થાયી થયાં છે. તેમાં યુક્રેન ખાતે પણ અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાતાં તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી જન્મી છે. આ તમામને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં પ્રથમ તબક્કામાં બે વિદ્યાર્થી આણંદ ઘરે પહોંચતાં પરિવારજનોમાં આનંદની લાગણી છે. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે યુક્રેનમાં અભ્યાસ અને કારકિર્દી ઘડવા આવેલા અનેક ભારતિય નાગરિકો ફસાઇ ગયાં છે. તેમને હેમખેમ પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગા હાથ ધરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કામાં એક ફ્લાઇટ સોમવારના રોજ મુંબઇ ઉતરી હતી. જેમાં આણંદની આંગી શાહનો પણ સમાવેશ થાય છે. તેને હેમખેમ જોતા પરિવારમાં આનંદની લાગણી જન્મી હતી. આ ઘટનાના પગલે સાંસદ મિતેશભાઈ પટેલ પણ આંગીના ઘરે પહોંચ્યાં હતાં અને સરદાર પટેલની પ્રતિકૃતિ ભેટ આપી શુભેચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં નિલ નાયકના ઘરે પહોંચીને પણ પરિવારજનો સાથે વાતચીત કરી અભિનંદન પાઠવ્યાં હતાં. યુક્રેનની સ્થિતિ અંગે શાહ અંગીએ જણાવ્યું હતું કે, યુક્રેન અને રશિયાની સરહદે બોમ્બ ફુટ્યા તે સમયે મારા મિત્રો ત્યાં જ હતાં. તેઓએ બોમ્બના અવાજ સાંભળ્યાં હતાં.
આણંદના 30 વિદ્યાર્થીને પરત લવાશે
આણંદના સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના લગભગ 30 જેટલા વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયાં છે, તેમને ઓપરેશન ગંગા હેઠળ હેમખેમ પરત લાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ સારા પ્રયાસ કર્યાં છે. આણંદ જિલ્લામાં સોમવારે બે વિદ્યાર્થી પરત આવ્યાં છે. જેમાં એક દિકરીને હું મળ્યો છું અને તેની આપવિતિ સંભળાવી અને સરકારે શું મદદ કરી છે य़? તે કહ્યું હતું.