બીલીમોરામાં કરિયાણાની દુકાનના ડ્રોવરમાંથી લેપટોપ અને મોપેડની ચાવી લઈને નોકરો ફરાર

બીલીમોરા : બીલીમોરામાં (Bilimora) કરિયાણાની દુકાનમાં કામ કરતા બે કામદારોએ દુકાનમાંથી લેપટેપ (laptop) અને મોપડ (Moped) ચોરી (Theft) ગયા હતા. આ બનાવ અંગે કરિયાણાની દુકાનના માલિકે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બીલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં સ્ટેશન (station) રોડ ઉપર આવેલી કૃપાશંકર કુંદનરામ શાહની અનાજ કરીયાણાની દુકાનમાં કામ કરતો શુભમ શૈલેષભાઈ પાઠક (રહે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાજુની, ભૈયાની ચાલ) અને તેનો મામાનો છોકરો સૌરભ રામજીભાઈ ઉપાધ્યાય (રહે, પલસાણા મૂળ રહેવાસી જોનપુર, ઉત્તર પ્રદેશ), એ દુકાનના ડ્રોવરના ખાનામાંથી લેનોવા કંપનીનું 25 હજારનું લેપટોપ અને 30 હજારની હીરો મેસ્ટ્રો મોપેડની ચાવી લઈને મોપેડ ચોરી કરી ગયાની ફરિયાદ માલિક રવિન્દ્ર કૃપાશંકર શાહે પોલીસમાં નોંધાવી છે.

દુકાનમાં કામ કરતો સૌરભ ઉપાધ્યાય એક માસ પહેલા નોકરી છોડીને જતો રહ્યો હતો અને તે ગઈ તારીખ 15 જાન્યુઆરી 2020 એ દુકાને તેનો ફોઈનો છોકરો શુભમ પાઠકને મળવા આવ્યો હતો અને બીજા દિવસે લેપટોપ અને મોપેડ ગાયબ થઇ ગયા હતા. આ અંગે ત્યાં કામ કરતા શુભમ પાઠકને પૂછતાં તે કશું જાણતો નહીં હોવાનું તેણે જણાવ્યું હતું. જોકે દુકાનના માલિક રવિન્દ્ર શાહે તેની રીતે તપાસ કરતા બંને ચોરી તેને ત્યાં કામ કરતો શુભમ પાઠક તથા નોકરી છોડીને ગયેલો તેનો મામાનો છોકરો સૌરભ ઉપાધ્યાયે કર્યાનું જાણવા મળ્યું હતું. જેથી બંને વિરુદ્ધ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે જેની તપાસ પોલીસ કરી રહી છે.

ચાલુ ટ્રેનમાંથી 7 તોલા સોનાના અને 28 તોલા ચાંદીના દાગીના ચોરી
અંકલેશ્વર: ગોવાથી (goa) અમદાવાદ (Ahmadabad) લગ્નમાં માતા, ભાઈ સાથે જતી યુવતીની ટ્રેનમાં (train) સીટ નીચે મૂકેલી 3 બેગમાં રહેલાં સોના-ચાંદીના દાગીના, કપડાં અને રોકડા મળી કુલ ₹3.89 લાખની મત્તાની ચોરીની (Theft) ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ મથકે નોંધાવાઈ છે.

નાગરકોઈન-ગાંધીધામ ટ્રેને અંકલેશ્વર (Ankleshwar ) સ્ટેશન પસાર કરતા પહેલાં રાતે તેઓ SA કોચમાં સૂઈ ગયા હતા. વડોદરા આવતાં યુવતી ચંચળની આંખ ખૂલી ગઈ હતી. તેને પોતાના સ્લીપર કોચમાં સીટ નીચે જોતાં VIP, અમેરિકન ટુરિસ્ટ સહિતની ₹8000 કિંમતની 3 બેગ ગાયબ હતી. આ બનાવની જાણ અન્ય મુસાફરો, કોચ એટેન્ડન્ટ અને રનિંગ સ્ટાફને થતાં તેઓ પણ દોડી આવી શોધખોળ કરતાં બેગો મળી આવી ન હતી. ગોવાની વિદ્યાર્થિનીએ આ અંગે ભરૂચ રેલવે પોલીસમથકે ₹3.89 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડા, કપડાં ભરેલી 3 બેગની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. આ બેગમાં 7 તોલા સોનાના અને 28 તોલા ચાંદીના દાગીના હતા. રેલવે પોલીસે સ્ટેશન ઉપર લગાવેલા CCTV અને ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોની હરકતના આધારે તસ્કરોને શોધવા કવાયત હાથ ધરી છે.

Most Popular

To Top