Charchapatra

બે મોઢાંની વાત

કુદરત અને માનવની રચના ખૂબ સુંદર અને બુધ્ધિપૂર્વક કરી છે. માનવનાં હાથ, આંખ, કાન, પગ બે જયારે મોંઢુ જ એક હોવા છતાં વ્યવહારમાં મોટા ભાગના વ્યકિત બે મોંઢાની વાત કરે એવું વાકય ઉચ્ચારતા હોય છે. હવે આ બે મોંઢા એટલે શું? તેનો જો વિચાર કરીએ તો દરેક માનવી દરેક સમયે જુદી જુદી વાતો કરે છે. સામે વ્યકિત બોલનારના શબ્દો ઉપર ભરોસો કરતી નથી.

જે રીતે મોઢામાં કોઇ પણ વસ્તુ આરોગીએ એટલે જીભ સ્વાદ ઉપરથી જો કડવું, ખારું, ખાટું કે મીઠું તે ખબર પડે કે તરત જો સ્વાદમાં કંઇ અજુગતું લાગે તો તરત જ બહાર કાઢી નાખીએ છીએ તો પછી મનુષ્ય મોઢામાંથી કોઇના સારા કાર્યની સિધ્ધિના બે સારા શબ્દો પણ ઉચ્ચારી શકતા નથી એવા દાખલાઓ મોજૂદ છે. ખરેખર તો જાહેર જીવનમાં કડવાશ કે મીઠાશ ફેલાવવાનું કામ તો મોઢાનું જ છે. પ્રથમ મોંઢુ ખોલીએ ત્યાર પછી જ જીભ બોલવાનું કામ કરે છે. એટલે વાસ્તવમાં મનુષ્ય બે મોંઢાની વાત કરતા હોવાની કહેવત એટલા માટે પડી કે સારું અને સત્યનો ઢાંકપિછોડો કરી સમય મુજબ બોલે. બે મોંઢાની વાત કરનારાં ઉપર લોકો વિશ્વાસ કરતા નથી હોતા. આમાં અપવાદ હોઇ શકે. સુરત     – ચંદ્રકાંત રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top