સાવલી: સાવલી તાલુકાના દૂધ ઉત્પાદક મંડળીના બે મંત્રીઓના મૃત્યુ થવાને કારણે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીના હસ્તે બંને પરિવારને બરોડા ડેરી તરફથી બે બે લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું . બરોડા ડેરી દ્વારા માનવીય અભિગમ અપનાવીને કોરોના કાળ દરમિયાન કોરોનાથી અથવા કુદરતી મૃત્યુ નીપજેલ ડેરીના મંત્રી ના અકાળે મૃત્યુ પામવાથી પરિવારજનોને મદદરૂપ થવાના આશયથી ઉમદા યોજના ઘડવામાં આવી છે જેમાં મૃતકના પરિવારજનોને ઘરનો મોભી છીનવાઈ જવાના કારણે આર્થિક તંગીમાં મદદરૂપ થવાના આશયથી પરિવારને બે લાખ નો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી.
જેના ભાગરૂપે આજરોજ બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીના હસ્તે બંને પરિવારો ને બે લાખના ચેકનું વિતરણ કરાયું હતું જેમાં સાંઢાસાલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી અંબાલાલ ખોડાભાઈ ગોહિલનું મૃત્યુ નીપજવાના થી તેમના ધર્મપત્ની લીલાબેન અંબાલાલ ગોહિલને બે લાખનો ચેક અર્પણ કરીને સાંત્વના પાઠવી હતી જ્યારે વાંકાનેર જિ. પંચાયતના માજી સદસ્ય તીરથ સિંહ રાઠોડ રાસાવાડી દૂધ ઉત્પાદક મંડળીના મંત્રી હતા અને તેઓનું પણ મૃત્યુ નિપજતા તેમના પત્ની કૈલાસબેન રાઠોડને કુલદીપસિંહ રાઉલજીના હસ્તે બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.