Vadodara

મહિલા બિલ્ડર સહિત બેની બેન્કના અધિકારી સાથે મીલીભગત કરી ઠગાઇ

વડોદરા : વાડી વિસ્તારમાં રહેતા શાહ પરિવાર પુત્રને વિદેશ મોકલાની લાલચમાં મહિલા બિલ્ડરના ચુંગાલમાં ફસાઇ જતા તેણે લાખો રૂપિયાની ઠગાઇ આચરી છે. બિલ્ડરે સહિત બે જણાએ મળી બે બેન્કના અધિકારી સાથે મિલીભગત કરીને કસ્ટમરની જાણ બહાર બારોબાર 53 લાખની લોન મંજૂર કરાવી લીધી હતી. જેના હપ્તા કસ્ટમરના માથે નાખી છેતરપિંડી આચરી છે. જેથી તેઓ પોલીસ કમિશનર પાસે ન્યાય માટે હુંકાર લગાવી છે. હાલમાં વિવિધ પ્રકારે લોકો પાસેથી છેતરપિંડી કરાઇ રહી છે. મોટા ભાગે લોન અપાવવના નામે લોકો ઠગોનો ભોગ બની રહ્યા છે.ત્યારે વધુ એક વાડી વિસ્તારમાં રહેતો શાહ વેદેશ શાહ પાસે પણ એજ્યુકેશનના નામે ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે.

ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા વેદેશભાઇના પુત્રને વિદેશમાં અભ્યાસ કરવા માટે જવાનું 20 લાખને લોન લેવાની હતી. જેથી તેઓ ગિરીરાજ ડેવલોપર્સના બિલ્ડર મૃણાલિની ચિરાગ શાહ અને મિલાંત વસંત પટેલ દ્વારા શાહ પરિવારને મળ્યા હતા અને લોન અપાવવાના નામે તેમની પાસેથી ડોક્યુમેન્ટ લીધા બાદ તેમની જાણ બહાર બારો પંજાબ નેશનલ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કના અધિકારીઓ સાથે મિલીભગત કરીને 53 લાખની લોન આપી દીધી હતી. બેન્ક અધિકારીઓ ન તો કસ્ટરને જાણ કરી કે પછી જાતે જ્યાં મકાન બતાવ્યુ છે ત્યાં જઇને તપાસ કર્યા વિના બેન્કમાંથી લોન મંજૂર કરી નાખી હતી.

53 લાખની જેવી માતબર રકમની લોન મંજૂર થઇ હોવા છતાં મહિલા બિલ્ડર સહિત બંને ઠગોએ તેમને માત્ર 15 લાખ જ આપ્યા હતા. બાકી 38 લાખ રૂપિયાનો બંને જણાએ વહીવટ કરી નાખ્યો હતો. પરંતુ 53 લાખનો હપ્તો વેદેશભાઇને ભરવાનો વારો આવ્યો હતો. જેથી એક વર્ષથી લોનનો 53 હજાર હપ્ત ભર્યો છે. જે મસમોટી રકમનો હપ્તો નહી ભરાતા તેઓ બંને પાસે જઇને મારાથી હપ્ત નહી ભરાઇ તેમ કહેતા બંને હપ્તો તો તારે જ ભરવો પડશે તેમ કહી ધમકી આપી હતી.
ઉલ્લેખની છે કે બેન્કમાંથી અલગ અલગ નામના ડીડી પણ મેળવી લીધા છે. જેમાં મિલાંત પટેલની પત્નીનું આ કેસમાં નામો નિશાન ન હોવા છતાં તેની પત્નીના નામનો ડીડી પણ બનાવડાવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

હપ્તો ભરવાની બાંહેધરી છતા હપ્તા ભરતા નથી
વેદેશભાઇએ 53 લાખ જેવી મસમોટી રકમની લોન મંજૂર થઇ હતી. જેમાંથી તેમને માત્ર 15 લાખ આપ્યા હતા. બિલ્ડર મહિલા સહિતના બંને ઠગોએ જે તે સમયે કહ્યુ હતું કે તમને જેટલા રૂપિયા આપ્યા છે તેટલાનો હપ્તો તમે ભરજો બાકીના રૂપિયાનો હપ્તો અમે ભરીશુ. પરંતુ કોઇ હપ્તો તેઓ ભરતા નથી.

ઠગો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગણી
મહિલા બિલ્ડર મૃણાલિની શાહ દ્વારા જે મકાનના પર લોન મંજૂર કરાવી છે તેના કોઇ ઠેકાણા નથી. તેમ છતાં બેન્કમાંથી અધિકારીઓ સાથે મિલીભગત કરીને લોન મંજૂર કરાવી દીધી હતી. જેથી મારી ગીરીરાજ ડેવલોપર્સના મહિલા બિલ્ડર અને એજન્ટ સહિત બેન્કના અધિકારી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી મારી માગણી છે. -વેદેશભાઇ શાહ, ભોગ બનનાર

Most Popular

To Top