હાલોલ: હાલોલ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ વરસતા જન જીવનને ભારે અસર થવા પામી છે મંગળવારની સવારે છ કલાક માજ પોણા બે ઈંચ વરસાદ વરસતા સિઝન નો 775 મિમી વરસાદ થવા પામ્યો હતો ભારે વરસાદને પગલે સાક માર્કેટ હવેલી મંદિર સ્ટેશન રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક વિસ્તારો માં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. પાવાગઢ ડુંગર પર પણ મોડી રાત થી ભારે વરસાદ મંદિર ના પગથિયાં નદીની જેમ પાણી વહયું હતું સિવરાજપુર પાસે આવેલ કેરેવાન અને જીમીરાં રિસોર્ટ બેટ માં ફેરવાઈ ગયા હતા ધસમસતા પાણી ના વહેણ ને લઈ રિસોર્ટ ની દીવાલો રૂમો ને ભારે નુકસાન થયું હતું.
ભારે વરસાદ ને લઈ સિવરાજપુર નજીક ના કોતરો માં પુર આવતા સવારે દસ વાગ્યા થી રોડ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર કલાકો સુધી ઠપ થઈ જતા રોડ ની બન્ને બાજુ વાહનો ની મોટી કતારો લાગી હતી સિઝનમાં પહેલીવાર વરસાદી હેલીને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પાવાગઢ માં ભારે વર્ષા ને પગલે વડોદરા વિશ્વામિત્રી નદી મેં અસર થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટી 9 ફૂટ પહોંચી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 9 ફૂટ છે.