Vadodara

લહેરીપુરા ગેટ પાસેથી 4.68 લાખની રોકડ સાથે બે ઝડપાયાં

વડોદરા: શહેરના પદમાવતી શોપિંગ સેન્ટરથી લહેરીપુરા દરવાજા તરફ આવતા શંકાસ્પદ મોપેડને રોકી રાવપુરા પોલીસે તપાસ કરતા તેમાંથી ભારતીય ચલણની નોટોના 10 બંડલ એટલે કે 4.68 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જેથી પોલીસે મોપેડ અને રોકડ રકમ મળી 5.18 લાખનો મુદ્દામાલ કબેજ બંને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મદદનીશ પોલીસ કમિશનર એ વી કાડકડના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ પોઇન્ટ પર કોઇ અનિચ્છનીય બનાવ ન વાહન ચેકિંગ કરવા માટે સૂચના આપી હતી. જેના અંતર્ગત રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ પી જી તિવારી સહિતનો સ્ટાફ ગુરુવારે રાતના સમયે લહેરીપુરા ગેટ પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યો હતો.

તે દરમિયાન એક મોપેડ પર બે શખ્સો પદમાવતી શોપિંગ સેન્ટર તરફથી લહેરીપુરા દરવાજા તરફ આવતા હતા. પોલીસને શંકા જતા તેમને રોકીને મોપેડ ચાલકને તથા પાછળ બેઠેલા શક્સને નીચે ઉતારી ડીકીમાં તપાસ કરતા ભારતીય ચલણની 500 રૂપિયાના દરની નોટોના 10 બંડલ મળી 4.80 લાખ મળી આવ્યા હતા. જેથી પોલીસે મોહમદસિદ્દીક મોહમદસલી ગોલાવાલા (રહે, બાવાનામપુરા ડબરઘરવાડ પાણીગેટ, મોહમદમાહિર મુનાફ વ્હોરા (રહે. રામપાર્ક આજવા રોડ )ને ધરપકડ કરી હતી. બંને પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે રોકડા રકમ 4.80 લાખ મોપેડ રૂ.50 હજાર મળી 5.18 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top