SURAT

પરિવાર સાથે રહેવાનું ન ગમતા બે સહેલીઓ ઘર છોડી જતી રહી, અડાજણનો ચોંકાવનારો કિસ્સો

શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી બે બહેનપણીઓ ચાર દિવસ પહેલા અચાનક લાપતા થઈ જતા બન્ને પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા. પાડોશમાં જ રહેતી બંને બહેનપણીઓને તેમના પરિવારજનો ઘણા ઠેકાણે શોધી હતી પરંતુ ભાળ નહીં મળતા છેવટે તેઓ અડાજણ પોલીસને ફરિયાદ કરી હતી.

આ મામલાને પોલીસે ગંભીરતાથી લીધો હતો. અપહરણ તથા મિસિંગની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચાર દિવસ પછી બને અમદાવાદ ખાતેથી મળી આવી હતી. બંને પોતાના પરિવાર સાથે રહેવાનું ગમતું નહી હોવાથી તેઓ ઘર છોડીને જતી રહી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે આવેલા આવાસમાં આજુબાજુમાં જ રહેતા શ્રમજીવી પરિવારની 11 વર્ષીય અને 18 વર્ષીય પુત્રીઓ ચારેક દિવસ પહેલા અચાનક ગુમ થઇ ગઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ અડાજણ પોલીસના સર્વેલેન્સ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બને શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન પોલીસને બને વિષે બાતમી મળતા એક ટીમ અમદાવાદ ખાતે આવેલ અમરાઈવાડી પહોંચી હતી અને ત્યાંથી બન્ને સહીસલામત શોધી કાઢી સુરત લાવવામાં આવી હતી અને તેમના પરિવારજનો સોંપવામા આવી હતી.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આ બને યુવતીઓ પાડોશમાં રહે છે અને તેમના માતા પિતા મજૂરી કામ કરે છે. બનેને પોતાના પરિવારજનો સાથે રહેવાનું ગમતું નહીં હતું. જેથી તેઓ ત્રણ -ચાર દિવસ પહેલા પોતપોતાના ઘર છોડીને સાથે જતી રહી હતી અને ભણવા તથા નોકરી કરવાના ઈરાદે અમદાવાદ ખાતે પહોંચી ગયા હતા.

જયાં એક દિવસ હોટલમાં રોકાયા હતા અને બાકીના દિવસો પીજીમાં રહ્યાં હતા. જોકે બને ત્યાંથી સહીસલામત મળી આવી હતી. તેમના પરિવારને સોંપી દેવામાં આવી હતી.

Most Popular

To Top