National

આગરામાં પાતાલકોટ એક્સપ્રેસના બે ડબ્બામાં આગ લાગી: બેનાં મોત

નવી દિલ્હી: આગરાના (Agara) થાના મલપુરા (Thana Malpura) રેલ્વે સ્ટેશન (Railway station) નજીક પંજાબના ફિરોઝપૂરથી (Firozpur) મધ્યપ્રદેશના (M.P) સિવની જતી ‘પાતાલકોટ એક્સ્પ્રેસ’ (14624) (Patalkot Express)ના બે ડબ્બામાં આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. બુધવારે બપોરે બનેલી આ ઘટનાના કારણો (Reasion) હજી સુધી જાણી શકાયા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં બે લોકોના મૃત્યુ (Death) થયા છે. આગથી ચારે તરફ ચિખો સંભડાઈ રહી છે. હાઇ કમાંડને (High command) ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગ્રામિણ લોકોની મદદથી રેલ્વે ફાયર વિભાગની ટીમ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ છે. સાથે જ આનન-ફાનન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ અને રેલવે પ્રોટેક્સન ફોર્સ (આર.પી.એફ.) પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. આગને કાબૂમાં લેવા તમામ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે.

આગ્રા રેલ્વે ડિવિઝનના પીઆરઓ પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે 2 લોકોના મ્રુત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે અને બચાવની કામગીરી હજી ચાલુ છે. જણાવી દઈયે કે આ એક્સપ્રેસ ટ્રેન પંજાબના ફિરોઝપુર અને મધ્ય પ્રદેશના સિવની વચ્ચે દોડે છે.

રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે, બપોરે 3.45 કલાકે એન્જિન બાદ ચોથા કોચમાં આગ ફાટી નીકળી હતી. ટ્રેન આગરા સ્ટેશનથી નીકળી ગયા પછી આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. વધુમાં જાણવા મળ્યુ હતુ કે આગની લપેટમાં આવેલા ડબ્બાઓને ટ્રેનમાંથી છુટા કરી દેવામાં આવ્યા છે.

આગ કેવી રીતે લાગી?
આગરાના માલપુરા પોલીસ સ્ટેશનના ભડાઈ રેલવે સ્ટેશન પાસે પાતાલકોટ એક્સપ્રેસમાં આગ લાગી હતી. ટ્રેનમાં આગ લાગતાની સાથે જ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી અને પ્રશાસનને તાત્કાલિક અકસ્માતની જાણ કરવામાં આવી હતી. ભારતીય રેલ્વેએ જણાવ્યું હતું કે આગરા-ધોલપુર વચ્ચેની પાતાલકોટ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડો નીકળ્યો હતો. એન્જિનના ચોથા કોચ એટલે કે જીએસ કોચમાં ધુમાડો જોવા મળ્યો હતો. ટ્રેન તરત જ રોકાઈ ગઈ અને કોચને અલગ કરવામાં આવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

Most Popular

To Top