Madhya Gujarat

સંતરામપુરના હાડાનીસરણ ગામના તળાવમાં ડૂબી જતાં બે બાળકના મોત

સંતરામપુર : સંતરામપુર તાલુકાના હાડાની સરણના તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના કરૂણ મોત નિપજ્યાં હતાં. આ ઘટનાના પગલે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સંતરામપુરના મોટીસરસણ આઉટપોસ્ટ હદના હાડાનીસરણના તળાવમાં ગામના જ ચાર બાળકો ન્હાવા પડ્યાં હતાં. જે પૈકી બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ બચી ગયેલા બાળકોએ ઘટનાની જાણ ઘરે જઇ કરતાં તેમના પરિવારજનો ચિંતિત બની ગયાં હતાં અને તુરંત તળાવ કિનારે દોડી આવ્યાં હતાં અને ગ્રામજનોની મદદથી ડૂબી ગયેલા બાળકોની તળાવમાં શોધખોળ શરૂ કરી હતી.

તરવૈયાઓની ભારે મહેનત બાદ બે બાળકોનો મૃતદેહ બહાર કાઢવામાં સફલતા મળી હતી. આ અંગે ગ્રામજનોના જણાવ્યાનુસાર, હાડાનીસરણ ગામના પ્રિન્સ પ્રવિણ રાવળ (ઉ.વ.12) અને કિશન ભરત રાવળ (ઉ.વ.12) મિત્રો સાથે તળાવમાં ન્હાવા પડ્યાં હતાં. તેમાં ડૂબી જતાં બન્નેનું મોત નિપજ્યું હતું. આ અંગે સંતરામપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top