દેશના બે મોટા રાજ્યો, યુપી ( UP) અને બિહારમાં ( BIHAR) માત્ર બે દિવસના ગાળામાં સિસ્ટમની બે શરમજનક અને પીડાદાયક તસવીરો સામે આવી છે. એક એવી છબી છે જેમાં મન દ્રવી ઉઠશે , અને બીજાને જોયા પછી હૃદય દુખી થઈ જશે. તંત્રની અસંવેદનશીલતા જોઇ સરકારના સુશાસન અને લોકોની સલામતીના સરકારના દાવા એકદમ પોકળ સાબિત થાય છે. બિહારના કટિહાર ( KATIHAR) માં પોલીસ અને પ્રશાસનની બેદરકારીના કારણે એક પિતાને પોતાના બાળકની લાશ એક કોથળામાં લઈ ત્રણ કિલોમીટર ( 3 KM) ચાલવું પડ્યું. બીજા કિસ્સામાં યુપીના પ્રયાગરાજની હોસ્પિટલમાં પૈસા ન આપતા ડોક્ટરે ઓપરેશન બાદ ટાકા ( STICHES) લીધા વગર જ તેમને બહાર કાઢી દીધા હતા. હોસ્પિટલની ( HOSPITAL) આવા અમાનવીય વર્તનના કારણે બાળકે વાગર ઇલાજે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
બિહારના ભાગલપુર ( BHAGALPUR) જિલ્લાના ગોપાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તીનતં ગામ નજીક નદી પાર કરતી વખતે નીરુ યાદવનો 13 વર્ષીય પુત્ર હરિઓમ યાદવ બોટ માથી નીચે પડી ગયો હતો. બાદમાં પુત્રની લાશ કટિહાર જિલ્લાના ખેરિયા નદીના કાંઠે સડેલી હાલતમાં મળી આવી હતી અને પશુઓ દ્વારા તે ખવાઇ ગઈ હતી. ભાગલપુર જિલ્લાના ગોપાલપુર પોલીસ સ્ટેશન કે કટિહાર જિલ્લાની કુર્સેલા પોલીસે ન તો મૃતદેહને લઈને કોઈ ગંભીરતા દર્શાવી હતી. આવી સ્થિતિમાં સિસ્ટમ સામે વિશ્વાસ ગુમાવનાર પિતા પોતાના બાળકના મૃતદેહને કોથળામાં લઈ ત્રણ કિલોમીટર સુધી ચાલીને ગયો હતો.
નીરુ યાદવને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અમે કેટલા સમય સુધી સિસ્ટમને વિનતિ કરતાં રહેતા. કોઈ પણ પોલીસ મથકે અમને ગાડીની સુવિધા પૂરી પાડી હતી કે ન તો કોઈ સહાનુભૂતિ દર્શાવી હતી. આવી સ્થિતિમાં હું મારા પુત્રની લાશને લઈને જાતે જ લઈ જવાની ફરજ પાડી હતી. હવે કટિહાર સબડિવિઝન પોલીસ અધિકારીઓ એ તપાસમાં વ્યસ્ત છે કે આ મામલે કયા પોલીસ સ્ટેશન અને પોલીસકર્મીઓની બેદરકારી દાખવવામાં આવી છે. તે પણ તપાસનો વિષય છે.
બે દિવસ પહેલા, પ્રયાગરાજના કારેલી વિસ્તારના રહેવાસી બ્રહ્મદિન મિશ્રાની ત્રણ વર્ષની પુત્રી ડોકટરોની અમાનવીયતાના કારણે મૃત્યુ થયું હતું. પુત્રીના પેટના દુખાવાની સારવાર માટે બ્રહ્મદિન મિશ્રાની ત્રણ વર્ષની પુત્રીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. થોડા દિવસો પછી, બાળકીના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું. બાળકીના પિતાના કહેવા મુજબ આ ઓપરેશન માટે દોઢ લાખ રૂપિયા લીધા બાદ પણ હોસ્પિટલના વહીવટી તંત્રે પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી. જ્યારે પૈસા અપાયા ત્યારે હોસ્પિટલના વહીવટીતંત્રે બાળકી સહિત પરિવારને બહાર કાઢી મૂક્યું અને કહ્યું હતું કે હવે તેની અહીં સારવાર કરાવી શકાશે નહીં.
મૃતક યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે બાળકીના ઓપરેશન બાદ ડોકટરોએ ટાંકા લીધા વગર જ બાળકીને તેના પરિવારને સોપી દીધી હતી. આ કારણોસર, અન્ય હોસ્પિટલે બાળકીને લેવાની ના પાડી દીધી હતી. બાદમાં સારવારના અભાવે બાળકીએ દમ તોડી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતીના પિતાએ સારવાર માટે તેના ખેતરનો બે ભાગ પણ વેચી દીધો હતો. સબંધીઓ પાસેથી પૈસા ઉધાર લીધા હતા પરંતુ બાળકી બચાવી શકી ન હતી. તેમની 3 વર્ષની પુત્રીના મોત બાદ પરિવાર ખૂબ જ દુખી છે.