Vadodara

એસ.ટી.ડેપો નજીકથી 20 કિલોના પોશના ડોડા સાથે બે કેરીયર ઝડપાયા

વડોદરા : એસટી ડેપોના રિક્ષા સ્ટેન્ડ પાસેથી 20 કિલો માદક પોશડોડાનો જથ્થો લઈને પસાર થતાં બે ઈસમોને સયાજીગંજ પોલીસે ઝડપીને 73 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સયાજીગંજ પોલીસ મથકના કોન્સ્ટેબલ આઝાદ રઘુનાથને બાતમી મળ્યા મુજબ પીઆઈ વી.બી.આલ અને તેમની ટીમે બસ સ્ટેન્ડની આસપાસ સતર્કતાપૂર્વક વોચ ગોઠવી હતી. બાતમીદારના વર્ણન મુજબના બે ઈસમ રિક્ષા સ્ટેન્ડ પાસેથી બેગ લઈને પસાર થતાં હતા. શકમંદ જણાતા બંને ઈસમોને પોલીસે આતરીને ત્રણ બેગ તપાસતા નશીલા માદક પોશડોડોનો જંગી જથ્થો મળ્યો આવ્યો હતો.

પોલીસ તુરંત બંનેની અટકાયત કરીને નામ ઠામ પૂછતાં ધીરુભાઈ નંદુભાઈ ઢોલી (નારસિંગ જી.જબલપુર, મધ્યપ્રદેશ) તથા વિજય રામજીભાઈ પઢિયાર (રહે.મહાકાળી ફળીયું, મુજકુવા તા.આંકલાવ, જિ.આણંદ) જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ ચોંકાવનારી કબુલાત કરી હતી. મૂળ મધ્યપ્રદેશનો વતની ધીરુભાઈ રીક્ષામાં ડુંગળીનો વ્યવસાય કરવા આણંદ િજલ્લાના ગામડાઓમાં ફરે છે.

અવર-જવર દરમિયાન વિજયનો પરિચય થયો હતો. િધરુના પરિચિત દરબાર નામનો ઈસમ જે મધ્યપ્રદેશનો જ છે. દરબારે ધીરુભાઈને પોશડોડાનો જથ્થો એસટી ડેપો ખાતે પહોંચાડ્યો હતો. જે જથ્થો દરબારે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરીને પહોંચાડવાનો હતો. 20 કિલો પોસડોડા બજાર કિંમત પ્રમાણે 60 હજારના મનાઈ રહ્યા છે. આરોપીઓ પાસેથી 11,600 રૂપિયા રોકડા, 3 મોબાઈલ સહિત 73 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને એનડીપીએસનો ગુનો દાખલ કર્યો હતો.

Most Popular

To Top