Vadodara

તરસાલી અને ડભોઇ રોડ પરથી દારૂ સાથે બે બુટલેગર ઝડપાયા

મકરપુરા : મકરપુરા પોલીસે તરસાલી રોડ પાસવ કારમાં વિદેશી દારૃની બોટલો લઇને ઉભેલા આરોપીને ઝડપી લીધો છે. પોલીસે કારમાંથી વિદેશી દારૃની 9,000ની કિંમતની 18 બોટલ કબ્જે કરી હતી. જ્યારે ડભોઇરોડ પરથી દારૃના પાઉચ સાથે એક આરોપીને  પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મકરપુરા પોલીસનો સ્ટાફ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન માહિતી મળી હતી  કે,જુલિયસ મોતીભાઇ વસાવા  તથા વિપુલ ગોવિંદભાઇ વરિયા (બંને (રહે.તુલસીશ્યામ ટેનામેન્ટ,તરસાલી રોડ) એ ભાગીદારીમાં દારૃનો જથ્થો મંગાવ્યો છે.

હાલમાં તરસાલી રોડ પર વિપુલની ગાડીમાં દારૃ મુકી રાખ્યો છે.અને બંને ત્યાં હાજર છે. જેથી,પોલીસે ત્યાં જઇને તપાસ કરતા વિપુલ મળી આવ્યો હતો. દરમિયાન પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી  દારૃની 9,000ની કિંમતની 18 બોટલ મળી આવી હતી.પોલીસે દારૃ,કાર,મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા 11,500 નો મુદ્દામાલ કબજે લીધો હતો.આ દારૃનો જથ્થો જુલિયસે આપ્યો હોવાની તેણે કબૂલાત કરતા પોલીસે જુલિયસના ઘરે જઇને તપાસ કરતા તે નહી મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ વિપુલની ધરપકડ કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત અન્ય એક બનાવમાં પાણીગેટ પોલીસના સ્ટાફને  પેટ્રોલિંગ  દરમિયાન ડભોઇરોડ ગણેશનગર  પાસે પ્લાસ્ટિકનો થેલો લઇને ઉભેલા એક શખ્સ  પર શંકા જતા તેને ચેક કર્યો હતો. તેની  પાસેના પ્લાસ્ટિકના થેલામાંથી વિદેશી દારૃના ચાર પાઉચ કિંમત  રૃપિયા ૪૦૦ ના મળી આવ્યા હતા.જેથી,પોલીસે આરોપી ગુડ્ડુ મલુમાલા સહાની (રહે.વિશ્વકર્માનગર, ગાજરાવાડી) ની સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગામી નજીકના સમયમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો શરૂ થવાના હોઇ બુટલેગરો દારૂની રેલમછેલ કરાવવા માટે સજજ થઇને જિલ્લામાં ફરતા થયા છે ત્યારે પોલીસે પણ નશાબંધી પર પૂરે પૂરી રોક લગાવી શકે તે માટે પૂરી તકેદારી રાખીને બુટલેગરોને ઝડપી લેવા સચેત બનીને બેઠી છે.

Most Popular

To Top