પાદરા: પાદરા જંબુસર રોડ પર કુરાલ ચોકડી પહેલા કહાણવા ગામેથી દૂધ ભરવા માટે મોટર સાઈકલ લઈને નીકળેલા બે ઇસમોને અજાણ્યાવાહન ચાલકે અડફેટમાં લેતા અકસ્માત થતાં બે ના મોત નીપજ્યા હતા જ્યારે અજાણ્યા વાહન ચાલક અકસ્માત કરી નાસી ગયેલ હોવાની ફરિયાદ વડું પોલીસ મથકે નોંધાતા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વડું સરકારી દવાખાને ખસેડી પી. એમ માટે તજવીજ હાથ ધરી હતી.
જંબુસર તાલુકાના કહાનવા ગામે રહેતા સુરેશ અર્જુનભાઈ સોલંકીના કાકા રાજુભાઈ મગનભાઈ સોલંકી ઉ. વ – ૪૨ તેમજ ભાઈ અજિત અર્જુનભાઈ સોલંકી ઉ. વ- ૨૫ નાઓ ગત મોડી સાંજના 7 વાગે કહાનવા ગામેથી મોટરસાઇકલ લઇને ગામેઠા ગામે દૂધ ભરવાનું કહી ઘરેથી નીકળેલા હતા તે દરમ્યાન પાદરા- જંબુસર રોડ કૂરાલ ચોકડી પહેલા એસ્સાર પેટ્રોલ પંપની નજીક અજાણ્યા વાહન ચાલકે મોટરસાઈકલને અથડાતા એક્સિડન્ટ થતાં અજિત અર્જુનભાઈ સોલંકીને તેમજ રાજુભાઈ મગનભાઈ સોલંકી ને માથામાં તેમજ શરીરનાભાગે ગંભીર ઇજા ઓ થવા પાણી હતી. જેમાં રાજુભાઈ સોલંકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અજીતનું સારવાર દરમ્યાનમોત નિપજ્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, હજી ત્રણ દિવસ આગાઉ જ લોહી તરસ્યા પાદરા – જંબુસર હાઇવે એ અકસ્માતમાં ત્રણ લોકોના જીવ ગુમાવ્યા હતા ત્યારેઆજે ફરી ૨ ઇસમોના અકસ્માતમાં મોત નિપજ્યા હતા. આજ થી ૫ વર્ષ આગાઉ વિધાનસભાની ચુંટણી વેળાએ માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ફોરલેન ની વાત કરવામાં આવી હતી જે હજી સુધી બનાવવામાં આવ્યો નથી અને લોકો એ જીવ ગુમાવવાનો વારો આવે છે.