SURAT

‘મજા કરવી હોય તો સાબુ લઈને ઘરે આવી જાવ’, મહિલાએ વરાછાના વેપારીને વોટ્સએપ કર્યો અને..

સુરત : મહિલા ગ્રાહક સાથે વોટ્સએપ પર મીઠી મીઠી વાતો કરવાનું સરથાણામાં રહેતા મોટા વરાછાના સાબુના વેપારીને ખૂબ મોંઘું પડ્યું. મીઠી મીઠી વાતોમાં ફસાવી મહિલાએ સાબુના વેપારીને શારીરિક સંબંધ માટે લલચાવી ઘરે બોલાવી ફસાવ્યો હતો. શરીર સંબંધ બાંધવાની લાલચે વેપારી મહિલાના ઘરે ગયો ત્યારે ત્યાં તેને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા 1.10 લાખની માંગણી કરી હતી. જોકે, વેપારીએ મચક નહીં આપતા છેલ્લે મામલો 2500માં પૂરો થયો હતો. વેપારીએ 2500 રૂપિયા આપતા તેને છોડી દેવાયો અને આરોપીઓ ભાગી ગયા હતા. પરંતુ વેપારીએ તરત જ ઉત્રાણ પોલીસને આ અંગે ફરિયાદ કરી દેતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • ઉત્રાણ પોલીસ મથકે હનીટ્રેપના ગુનામાં મહિલા સહિત બેની ધરપકડ
  • વોટ્સએપ પર વાત કરી સાબુ લઇને ઘરે બોલાવી બ્લેકમેઇલિંગ શરુ કર્યું હતું

મોટા વરાછા સ્થિત સુમન નિવાસ ખાતે ડી 404 ખાતે રહેતી સોનલ સાવલિયા તેના પતિ અને મળતિયા દ્વારા વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવવા માટે હનીટ્રેપ (Honey Trap) કરવામાં આવી હતી. જે અંગે સરથાણા જકાતનાકા સ્થિત વ્રજ ચોક રેસિડેન્સી ખાતે રહેતા પ્રતિક વિનુભાઇ કોરાટે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

તેમણે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વોટસઅપ પર તેની મુલાકાત સોનલ સાવલિયા સાથે થઇ હતી. ત્યારબાદ સોનલ સાવલિયાએ મજા કરવી હોય તો તેના ઘરે સાબુ સાથે લઇને આવવા માટે જણાવ્યુ હતું. તેણે સવારે નવ વાગ્યે તેના પતિ ઘરે ન હોય તે દરમિયાન પ્રતિકને બોલાવ્યો હતો. દરમિયાન તે સોનલના ઘરે ગયો ત્યારે અચાનક બહાર બે માણસો આવી ચડયા હતા. જે પૈકી ભીખુ સાવલિયા નામના આરોપીએ તે સોનલનો પતિ હોવાનું જણાવ્યું હતું. તેમણે ‘મારી પત્ની સાથે શુ કરે કરે છે તેમ કહી તેમને માર માર્યો હતો. ત્યાર બાદ તેની સાથે આવેલા જયદીપ ભૂવા અને દેવેન્દ્ર ખેરડિયાએ તેમને એક રૂમમાં પૂરી દીધો હતો અને ત્યાર બાદ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર બાદ રૂપિયા 1.10 લાખમાં સમાધાન થયું હતું. જેમાંથી તેમણે 25 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે ફરિયાદ થતાં પોલીસે સાવલિયા દંપતિની ધપરકડ કરી હતી.

Most Popular

To Top