bardoli : સુરત સાઇબર સેલ ( surat cyber cell) પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમ ( sog team) ને સાઇબર ક્રાઇમ સેલ, સીઆઇડી ક્રાઇમ ( cid crime) ગાંધીનગરથી કોવિડ-19 વાઇરસ ( covid 19 virus) સંક્રમણના દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન ( remdesivir injection) ની અછતની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી તેનું બ્લેક માર્કેટિંગ ( black marketing) તથા ઓનલાઈન કૌભાંડ ( online scam) અંગેના ઈનપુટ મળ્યા હતા. જે અંગે સુરત સાઇબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન જે ફોન નંબર પરથી કૌભાંડ ચાલતું હતું તે શંકાસ્પદ નંબરની તપાસ કરતાં તે સુરતના અમરોલી ખાતે આવેલા બ્રાહ્મણીનગરમાં રહેતા મુકેશ માવજી અજુડિયાનો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તે ત્યાં રહેતો ન હોવાથી પોલીસે મોબાઇલ ફોનના IMEI નંબરના આધારે તપાસ કરતાં તે ફોનમાં બીજા નંબર એક્ટિવ હતા. અને તે બંને સિમકાર્ડ ( simcard) વલસાના મદનવાડ ખાતે રહેતા દેવેન્દ્રભાઈ સુરેશભાઇ પટેલના નામે રજિસ્ટર હતા.
પોલીસે દેવેન્દ્રને બોલાવી પૂછપરછ કરતાં આ ફોન તેણે તેના સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલી મેઘમલ્હાર રેસિડેન્સીમાં રહેતા તેના બનેવી કુલદીપ મણિભાઈ કોઠિયાને વેચવા માટે આપ્યો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે કુલદીપ મણિભાઈ કોઠિયાને પૂછપરછ માટે એસઓજી કચેરીએ બોલાવતાં જાણવા મળ્યું હતું કે, તેણે રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાતવાળાને ઇન્જેક્શન ઓનલાઈન વેચાણ માટે મૂકી જે વ્યક્તિઓને ઇન્જેક્શનની જરૂર હોય તેનો સંપર્ક કરી નાણાં ખાતામાં ટ્રાન્સફર કરાવતો હતો અને ત્યારબાદ તે ફોન બંધ કરી દેતો હતો. આ માટે તેણે તેના મિત્ર મુકેશ માવજી અજુડિયા ઉર્ફે યગ્નેશ સાવલિયા(રહે., પસોદરા, કામરેજ)ની મદદ લીધી હતી.
કુલદીપે મુકેશના એક્સિસ બેન્ક એકાઉન્ટ અને તેના સાળા દેવેન્દ્રભાઈના ગુજરાત ગ્રામીણ બેન્કના એકાઉન્ટમાં રૂપિયા જમા કરવાનું કહેતો હતો.
બંનેએ ટેલિગ્રામ એપ્લિકેશનમાં ( telegram application) ડાઉનલોડ કરી તેમાં રેમડેસિવિર નામનું ગ્રુપ બનાવ્યું હતું અને ઇન્સ્ટાગ્રામ ( instagram) પર remdesivir_India નામનું એકાઉન્ટ ખોલી તેમાં પણ જાહેરાત કરી હતી અને અલગ અલગ મોબાઇલ નંબર પરથી જરૂરતમંદ લોકોને વોટ્સએપ પર સંપર્ક કરી બેન્કના એકાઉન્ટ નંબર આપી તેમાં નાણાં જમા કરાવવા કહેતો હતો. નાણાં જમા થઈ ગયા બાદ તે સિમકાર્ડ તોડી નાંખતા હતા. કુલ 26 જેટલા વ્યક્તિએ તેમણે આપેલા બેન્ક ખાતામાં નંબર અલગ અલગ રકમ જમા કરાવી હતી. જે પૈકી 18 લોકોએ મુકેશ માવજી આજુડિયાના ખાતામાં 1 લાખ 60 હજાર 66 તથા દેવેન્દ્રભાઈના સુરેશ પટેલના એકાઉન્ટમાં 8 લોકોએ રૂ.1,41,403 રૂપિયા મળી કુલ 3,01,469 રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે બંને આરોપી કુલદીપ મણિભાઈ કોઠિયા અને મુકેશ માવજી અજુડિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.