Gujarat

ટેસ્ટ મેચમાં ખાલિસ્તાની ધમકી આપનારા બે ઝડપાયા, અમદાવાદ પોલીસ મધ્યપ્રદેશ પહોંચી

અમદાવાદ: ઈન્ડિયા (India ) ઓસ્ટ્રેલિયાની (Australia) ટેસ્ટ મેચ (Test Match) અમદાવાદમાં ચાલી રહી છે ત્યારે મેચ જોવા માટે અમદાવાદ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે ખાલિસ્તાની આતંકીઓએ (Khalistani Terrorist) ગુજરાતના લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોનો પ્રિરેકોર્ડડ મેસેજ કરી ધમકી આપી હતી જે મેસેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કર્યો હતો. મેસેજ વાઈરલ કરનાર સામે તપાસ કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશથી 2 યુવકની ધરપકડ કરી છે.

2 આરોપી આ મામલે સાયબર ક્રાઈમના ડીસીપી અજિત રાજીયને જમાવાયું હતું કે મેસેજને ટ્રેસ કરીને અમે મધ્યપ્રદેશના 2 વ્યક્તિ સુધી પહોંચ્યા હતા. જ્યાં બે શંકાસ્પદ વ્યક્તિઓ ખાલિસ્તાન સાથે છે કે, જાડાયેલા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. આરોપીઓ પાસેથી ગેરકાયદેસર એક્સચેન્જ મળી આવ્યું છે. તેમણે જણાવ્યું કે એક્સચેન્જનો ઉપયોગ ગેરકાયદેસર કામ કરવા માટે થાય છે. મોટા ભાગના હવાલા અને સ્મગ્લિંગ જેવા કામોમાં આ એક્સચેન્જ ઉપયોગ કરવામાં આવે છે. આરોપીઓને પ્રલોભન આપીને તેમના પાસે મેસેજ વાઈરલ કરાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આરોપીએ જે ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો તેનાથી તેમને પકડવું મુશ્કેલ હતું પરંતુ અમદાવાદા પોલીસને સફળતા મળી છે.

ખાલિસ્તાન સમર્થક ગ્રુપ દ્વારા ધમકીભર્યો મેચ મળતા જ ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચના પ્રથમ દિવસે વડાપ્રધાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. તેમજ સ્ટેડિયમની પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. વાઈરલ મેસેજ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને આ અંગે સફળતા મળી છે. સાયબર ક્રાઈમે 2 આરોપીઓની મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ ધમકી ત્યારે આપવામાં આવી હતી જ્યારે બંને દેશના પીએમ મેચ જોવા માટે અમદાવાદ આવ્યા હતા. મેસેજ મળ્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ધમકીને લઈને બન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યની પોલીસને એલર્ટ પર રાખાવમાં આવી છે.

ઘરમાં રહો, સુરક્ષિત રહોનો મેસેજ અમેરિકા સ્થિત ખાલિસ્તાની આંતકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાઉ ભાષાનો ઉપયોગ કરી ધમકી આપવામાં આવી હતી. આ આખો મેસેજ અંગ્રજીમાં છે, જેને રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્વારા સંભળાવવામાં આવી રહ્યો છે. મેસેજ મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.  

Most Popular

To Top