નવી દિલ્હી: એલોન મસ્કના ટ્વિટરના (Twitter) માલિક બન્યા પછી આ માઇક્રો-બ્લોગિંગ સાઇટમાં સતત મોટા ફેરફારો આવી રહ્યાં છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે હવે મસ્કે લાઇવ ટ્વીટીંગ ફીચર (Tweeting feature) ઉમેરીને ટ્વિટરના પ્લેટફોર્મ પર વધુ એક મોટો ફેરફાર કર્યો છે. આ ફીચરની મદદથી તમે કોઈપણ ઈવેન્ટ (Event) દરમિયાન સરળતાથી ફેસબુક તેમજ ઈંસ્ટાગ્રામની જેમ લાઈવ કરી શકશો. ટ્વિટરના નવા ફીચરને લોન્ચ કરતા પહેલા મસ્કે પોતે તેની જાણકારી આપી હતી. મસ્કે ટ્વીટ કર્યું કે લાઇવ ટ્વીટીંગ ફીચર હવે પ્લેટફોર્મ પર એક્ટિવ છે. ટ્વિટરના નવા લાઈવ ટ્વીટીંગ ફીચરની રજૂઆત બાદ યુઝર્સ ટ્વિટર પર ચાલી રહેલી ઈવેન્ટ દરમિયાન સરળતાથી ટ્વીટ કરી શકશે. તેમજ યુઝર્સ ઈવેન્ટની મધ્યમાં તેમના ટ્વીટ થ્રેડની એડ કરી શકે છે અને વ્યુઝ મેળવી શકે છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે લેખક મેટ તૈબ્બીને આ ફીચરનો ઉપયોગ કરનાર પ્રથમ શખ્શ માનવામાં આવે છે. વઘારામાં આ લેખકે જણાવ્યું તે મસ્ક જે સ્પેમ અકાઉન્ટ ઉપર કામ કરવા જઈ રહ્યાં છે તેનાથી બની શકે કે યુઝર્સના ફોલોર્સ ઓછાં થઈ જાય.
જણાવી દઈએ કે અગાઉ મસ્કે ટ્વિટરની કેરેક્ટર લિમિટ વધારવા તરફ ઈશારો કર્યો હતો. વાસ્તવમાં એક યુઝરે મસ્કને ટ્વિટરની કેરેક્ટર લિમિટ વધારીને 1,000 કરવાનું સૂચન કર્યું હતું, જેના જવાબમાં મસ્કે કહ્યું કે તે ટુડુ લિસ્ટમાં છે. ટૂંક સમયમાં કેરેકટરવાળા ફિચર પર પણ પર કામ કરવામાં આવશે.
જાણકારી મુજબ ટ્વિટરના નવા માલિક ઇલોન મસ્કના દાવાનો પર્દાફાશ થયો છે. એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે જ્યારથી ઇલોન મસ્કે ટ્વિટર મેળવ્યું છે ત્યારથી ટ્વિટર પર નફરતભર્યા ભાષણોનો પૂર આવી ગયો છે. તે જ સમયે, મસ્કે દાવો કર્યો કે તેમના નેતૃત્વમાં ટ્વિટર પર નફરતના ભાષણમાં મોટો ઘટાડો થયો છે. તેણે ગયા મહિને જ દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા સાઈટ પર નફરતની ટ્વીટ્સમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેન્ટર ફોર કાઉન્ટરિંગ ડિજિટલ હેટ એન્ડ ધ એન્ટી ડિફેમેશન લીગના અહેવાલે ઇલોન મસ્કના દાવાઓને ખોટા ઠેરવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારથી મસ્કએ ટ્વિટરને હસ્તગત કર્યું છે, ત્યારથી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરત ફેલાવતી પોસ્ટ્સ નાટકીય રીતે વધી છે.