Business

ટ્વિટરના કર્મચારીઓએ આપ્યું સામૂહિક રાજીનામું, કંપનીએ તમામ ઓફિસો કરવી પડી બંધ!

નવી દિલ્હી: એલોન મસ્કે (Elon Musk) જ્યારથી ટ્વિટર (Twitter) ખરીદ્યું છે ત્યારથી વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ટ્વિટર અંગે નવા સમાચાર આવ્યા છે કે ટ્વિટરના સેંકડો કર્મચારીઓએ (Employees) મોટા પાયે રાજીનામું આપી (Resigned) દીધું છે. એક અહેવાલો અનુસાર, ટ્વિટર કર્મચારીઓ પાસે એક Google ફોર્મ હતું કે શું તેઓ ટ્વિટર પર રહેવા માગે છે. કર્મચારીઓએ Google ફોર્મ પર “હા” પસંદ કરવાનું હતું, પરંતુ તેના બદલે, કર્મચારીઓએ ફેરવેલ લેટર પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું.

ટ્વિટરે તેની તમામ ઓફિસો બંધ કરી દીધી
ટ્વિટર કર્મચારીઓને અગાઉ કહેવામાં આવ્યું હતું કે તેઓ ટ્વિટર પર “રોમાનંચક પ્રવાસ” માટે સાઇન ઇન કરી શકે છે અથવા કંપની છોડી શકે છે. જેમ જેમ સામૂહિક રાજીનામાઓ બહાર આવવા લાગ્યા તેમ તેમ ટ્વિટરે તેની તમામ ઓફિસો બંધ કરી દીધી છે અને બેજ એક્સેસ સ્થગિત કરી દીધી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે મસ્ક અને તેની ટીમ ગભરાયેલી છે કે ગુસ્સે ભરાયેલા કર્મચારીઓ કંપનીમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરશે. મસ્કની ટીમ હજુ પણ કામ કરી રહી છે કે તેમને કયા કર્મચારીઓને ઓફિસમાં પ્રવેશ આપવાની જરૂર છે. મળતી માહિતી અનુસાર, ટ્વિટરની ઓફિસો 21 નવેમ્બરે ફરી ખુલશે.

ડેમોક્રેટિક સેનેટરોને ટ્વિટર પર લખાયેલો પત્ર
તમને જણાવી દઈએ કે એલોન મસ્કે લગભગ એક મહિના પહેલા કંપની ખરીદી હતી, ત્યારથી ટ્વિટર છટણીના તબક્કામાં છે. આ ઉપરાંત, કંપનીના નવા ટ્વિટર બ્લુ વેરિફિકેશન સબસ્ક્રિપ્શન પ્લાનને પણ એક વિનાશક રોલઆઉટ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેને ઘણી વખત અપડેટ અને બદલવામાં આવ્યું છે. દરમિયાન, ટ્વિટર જોખમી રીતે ફેડરલ ટ્રેડ કમિશન (FTC) ની પાછળ જવાની નજીક લાગે છે. અગાઉ, સાત ડેમોક્રેટિક સેનેટરોએ કંપનીને એક પત્ર મોકલીને તપાસ કરવા કહ્યું હતું કે ટ્વિટર તેના યુઝર્સની ગોપનીયતા કરારનું ઉલ્લંઘન કરે છે કે કેમ?.

ટ્વિટરના અડધાથી વધુ કર્મચારીઓએ નોકરી છોડી દીધી
ટ્વિટરના 7,500 કર્મચારીઓમાંથી અડધાથી વધુએ રાજીનામું આપી દીધું છે અથવા તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ત્યારે એ કહેવું મુશ્કેલ છે કે ટ્વિટર તેના ફોર્મમાં પાછું ક્યારે આવશે. ત્યારે ઘણા કર્મચારીઓ આ છટણીથી ખુશ છે કારણે કે હવે તેમને નવા બોસના હાથ નીચે દબાઈને ન રહેવું પડશે.

Most Popular

To Top