National

તુર્કીના ભૂકંપમાં ભારતીયની મોત: હોટલના કાટમાળમાંથી મળી લાશ

નવી દિલ્હી : તુર્કીમાં (Turkey) આવેલા ભયાનક ભૂકંપમાં મોતના (Earthquake) આંકડાઓ થોભવાનું નામ નથી લઇ રહ્યા. તુર્કી અને સીરિયામાં (Syria) આવેલા ભૂકંપમાં મૃતકોની (dead) સંખ્યા 24 હજારને પાર થઇ ગયો છે. અને એવામાં ભૂકંપમાં ભારતીય નગરીકનો (Indian Citizen) પણ જીવ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર ઉત્તરાખંડના વિજય કુમાર બેંગ્લુરુમાં કાર્યરત હતા જે ગત મહિનાઓમાં એક બિઝનેઝ ટ્રીપને કારણે તુર્કી ગયા હતા જ્યાં 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપ પછી તેમના કોઈ પણ સમાચાર મળી રહ્યા ન હતા. માત્ર એટલું જ જાણવા મળ્યું હતું કે ઉત્તરા ખંડનો એક વ્યક્તિ મિસિંગ છે જોકે ત્યાર બાદ વિજયના મૃત્યુની થયું હોવા અંગેની પુષ્ટિ કરવામાં આવી હતી.

ભારતીય દૂતાવાસ અંકારાએ ટ્વીટ કરીને આપી જાણકારી
6 ફેબ્રુઆરી બાદ તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ બંને સ્થળે રાહતની કામગીરી સાથે કાટમાળ હટાવવાનું કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે.દરમ્યાન એક ભારતીયની લાસ મળી આવી હતી.ભારતીય દૂતાવાસ અંકારાએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતીય નાગરિક વિજય કુમારનું પાર્થિવ શરીર મળી આવ્યું છે. અને મલત્યા ખાતે આવેલી એક હોટલના કાટમાળની નીચેથી એક ભારતીયની લાશ મળી આવ્યા બાદ તેની ઓળખ પણ થઇ હતી. તેઓ એક બિઝનેસ ટ્રીપ ઉપર હતા. વધુમાં તેમને ટ્વીટ કર્યું હતુંકે તેમના પરિવારજન પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. અને અમે તેમનો દેહ જલ્દીથી જલ્દી ભારત મોકલવાની વ્યવસ્થા કરી રહ્યા છે.

લગાતાર એક પછી એક આવ્યા ભૂકંપના આંચકા
તુર્કીમાં લગાતાર ભૂકંપના અનેક આંચકા આવ્યા છે. ભૂકંપનો પહેલો આંચકો 6 ફેબ્રુઆરીએ સવારે 4.17 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. લોકો બચવા માટે બહાર નીકળી શકે તે પહેલાં તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો હતો.અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 નોંધાઈ હતી. ભૂકંપના લગાતાર આંચકા આવવાનો દોર અહીં અટક્યો ન હતો. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ આંચકાઓએ માલત્યા,સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. સાંજે 4 વાગે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ આંચકાથી સૌથી વધુ નુકશાન અને તબાહી લઇને આવ્યો હતો. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.

મૃતદેહને ભારત લાવવાની તૈયારી
દૂતાવાસે વિજય કુમારના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે માહિતી આપી હતી કે અમે તેમના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારને લઈ જવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

Most Popular

To Top