World

તુર્કી: કાર ક્રેશમાં ઘાયલ લોકોની મદદ કરી રહેલા બચાવ કર્મીઓને પાછળથી આવતી બસે કચડી નાખ્યા, 34નાં મોત

તુર્કીઃ: શનિવારે દક્ષિણપૂર્વ તુર્કીમાં (Turkey) એક ભયંકર માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. જેમાં 34 લોકોના મોત (Death) થયા હતા. દક્ષિણ-પૂર્વીય પ્રાંત ગાઝિયાંટેપના ગવર્નર દાવુત ગુલે જણાવ્યું હતું કે અહીંના ગાઝિયનતાપ શહેરમાં શનિવારે એક કાર (Car) પલટી ગઈ હતી. તેમા ચાર લોકો સવાર હતા અને તેઓને ઈજા થઈ હતી. ઘટનાસ્થળે પોલીસ અને એમ્બ્યુલન્સ પહોંચી ઘાયલોની મદદ કરી રહી હતી.

આ ઘટના સ્થળે બચાવકર્મી સહિત પત્રકારો પણ હાજર હતા. કારમાં રહેલા ઘાયલ લોકોને પ્રાથમિક સારવાર આપી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી હતી. આ દરમિયાન બીજો અકસ્માત સર્જાયો હતો. જ્યારે બસ અકસ્માત બાદ લોકોને મદદ કરવા માટે કટોકટી બચાવ કાર્યકર્તાઓ અકસ્માત સ્થળે પહોંચ્યા ત્યારે પાછળથી આવતી બેકાબૂ બસ બચાવ કર્મી અને પત્રકારો અને ત્યાં હાજર લોકોને એડફેટે લીધા હતા. થોડાવાર તો કોઈને સમજાયું નહીં કે આ શું થયું. આ બસે લોકો સાથે અનેક વાહનોને પણ હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 34 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગાઝિયાંટેપના પૂર્વમાં માર્ગ અકસ્માત સ્થળ પરથી ગુલે કહ્યું કે, ‘આજે સવારે અહીં એક પેસેન્જર બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જ્યારે ફાયર બ્રિગેડ, તબીબી ટીમો અને અન્ય સહાયકો અકસ્માત સ્થળે બચાવ કાર્યમાં રોકાયેલા હતા, ત્યારે બીજી બસ 200 મીટર પાછળ અથડાઈ હતી. બીજી બસ દુર્ઘટના સ્થળે સરકી અને બચાવમાં લાગેલા લોકો અને ઘાયલોને ટક્કર મારી.

એક અલગ અકસ્માતમાં, માર્ડિન વિસ્તારના ડેરિક જિલ્લામાં એક ટ્રકે લોકોને એવી જગ્યા પર ટક્કર મારી હતી જ્યાં અકસ્માત બાદ બચાવ કાર્યકરો કામ કરી રહ્યા હતા. તુર્કીના આરોગ્ય પ્રધાન ફહરેટિન કોકાએ જણાવ્યું હતું કે માર્દિનની ઘટનામાં 34 લોકો માર્યા ગયા હતા અને 29 ઘાયલ થયા હતા, જેમાંથી 8 લોકોની હાલત ગંભીર છે.

Most Popular

To Top