Gujarat Main

જામનગરના ઓમિક્રોન પોઝીટીવ વૃદ્ધ જે ઘરમાં હતા ત્યાં ટ્યૂશન ચાલતું હતું: આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ

જામનગર :વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ગુજરાતમાં પહેલો કેસ ગયા શનિવારે જામનગર ખાતે નોંધાયો હતો. હવે આ કેસમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે. જામનગરના જે વૃદ્ધમાં ઓમિક્રોનના લક્ષણ દેખાયા છે તે એક ઘરમાં રોકાયા હતા અને આ ઘરમાં ટ્યૂશન ક્લાસ ચાલતું હતું. આ વાત બહાર આવતા જ જામનગરના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તાત્કાલિક વિદ્યાર્થીઓની શોધ ચલાવી 7 વિદ્યાર્થીને ઓળખી કાઢવામાં આવ્યા છે. આ 7 વિદ્યાર્થીને હોમ આઈસોલેટ કરી દેવાયા છે. દરમિયાન વૃદ્ધની પત્ની અને તેનો સાળો પણ કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે. બંનેને કોઈ લક્ષણ નહીં હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ બંનેને પણ ઓમિક્રોન હોવાની આશંકા સાથે સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલી દેવાયા છે.

મળતી માહિતી અનુસાર ગઈ તા. 28મી નવેમ્બરના રોજ ઝીમ્બાબ્વેથી (Zimbabwe) વાયા દુબઈ (Dubai) થઇ અમદાવાદ (Ahmedabad) આવેલા 72 વર્ષીય વૃદ્ધનો રીપોર્ટ કોરોના પોઝીટીવ (Corona Positive) આવ્યા બાદ તેઓ નવા વેરિએન્ટ (New Variant) ઓમિક્રોનનો (Omicron) શિકાર બન્યા હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ રાજ્યભરમાં જામનગર (Jamnagar) ચર્ચાનો વિષય બની ગયું હતું. વૃદ્ધ જ્યાં રહેતા હતા તે જામનગરના કાલાવડ નાકા પાસે આવેલા મોરકંડા રોડ પરની સેટેલાઈટ સીટી સોસાયટીમાં રહેતા પરિવારની શેરી કન્ટેઈન્મેન્ટ ઝોન (Containment Zone) જાહેર કરી દેવામાં આવી છે. જોકે ચિંતાજનક બાબત એ છે કે જે ઘરમાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત દર્દી સામે આવ્યા છે તે જ ઘરમાં વધુ બે વ્યક્તિઓ પોઝીટીવ મળી આવી છે. જેમાં એક વૃદ્ધના પત્ની અને અન્ય અન્ય તેનો સાળો છે. વૃદ્ધ તેમની પત્ની અને પુત્રીને તેમનો સાળો જ અમદાવાદ એરપોર્ટથી (Airport) જામનગર સુધી લઇ આવ્યો હતો. કોઈ પણ લક્ષણ નહીં હોવા છતાં બંને કોરોના પોઝીટીવ જાહેર થયા છે ત્યારે આ બંને ઓમિક્રોન વેરીયંત સંક્રમિત છે કે કેમ તેનો તાગ મેળવવા તંત્રએ બંનેના નમુના ગાંધીનગર લેબમાં મોકલ્યા છે. જેનો રીપોર્ટ આવ્યે તાગ મળશે.

ચિંતાજનક બાબત એ છે કે જે ઘરમાંથી નવા વેરીએન્ટના લક્ષણ ધરાવતા દર્દી (Patient) મળી આવ્યા છે તે ઘરમાં બાળકોનું (Student) ટ્યુશન (Tuition) ચાલતું હતું. આ બાબત અહીના કોર્પોરેટર (Corporator) જેનબબેન ખફીને ધ્યાને આવતા રવિવારે તેઓએ આરોગ્ય (Health Department) તંત્રનું ધ્યાન દોર્યું હતું. આરોગ્યની એક ટીમે ઘરે ટ્યુશન જતા સાત બાળકોને ઓળખી તેનો રીપોર્ટ કરવા કાર્યવાહી શરૂ કરી છે. હજુ કેટલા બાળકો ટ્યુશનમાં આવતા હતા તેનો તાગ મેળવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે.

તા. 28મી નવેમ્બર પછીના દિવસોમાં પણ ટ્યુશન કાર્ય ચાલુ રહ્યું છે. આ અંગે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ઋજુતા જોશીના જણાવ્યા મુજબ, બાળકોના ટ્યુશન વાળી બાબત ગઈકાલે ધ્યાને આવી છે. જેમાં ધોરણ 9 અને 10ના નવ બાળકોની ઓળખ મેળવી પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. જયારે અન્ય બાળકોની ઓળખ અને પરીક્ષણ કરવા આજે ટીમ કામે લાગશે એમ ઉમેર્યું હતું. ગઈ કાલે લગત સોસાયટીમાં 44 ઘરમાં ડોર ટુ ડોર સર્વે કરી કામગીરી કરી છે જેમાં કોઈ વ્યક્તિમાં લક્ષણો જણાયા નથી.

Most Popular

To Top