SURAT

સુરત: ઘરે ભણવા આવતા 8 વર્ષના બાળકને ટ્યૂશન ટીચર બાથરૂમમાં લઈ ગયો અને…

સુરત: સુરતના (Surat) ડીંડોલી વિસ્તારમાં શુક્રવારે સાંજે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ટ્યુશન (Tuition Teacher) ક્લાસ માટે આવેલા વિદ્યાર્થી (Student) સાથે શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું (Rape) કૃત્ય આચર્યું હતું. બાથરૂમમાં લઈ જઈ શિક્ષકે વિદ્યાર્થી સાથે ગંદું કામ કર્યું હોવાની વિગતો બહાર આવતા હંગામો મચી ગયો હતો. ડીંડોલી પોલીસે ટ્યૂશન ટીચર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના બે ભાઈઓ અભ્યાસ કરતા નથી. પરંતુ માતા-પિતા નોકરી પર જતા હોય માતા બંને બાળકોને નજીકમાં આવેલા સિદ્ધિ વિનાયક ટ્યુશન ક્લાસીસ માં ભણવા માટે મૂકી જતી હતી. આ બંને ભાઈઓની ઉંમર એક 8 વર્ષ અને બીજા ની 10 વર્ષની છે. ત્યારે આ ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરાવતા ગણેશ આહિરે નામના શિક્ષકે આઠ વર્ષના વિદ્યાર્થી પર ગઈકાલે ટ્યુશનના વોશરૂમમાં જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. 

નવાગામ ડીંડોલી ખાતે આવેલા જય ગાયત્રીનગરમાં રહેતા ગણેશ મચ્છીંદર આહિરે સામે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ટ્યૂશન ટીચર ગણેશ આહિરે વિરુદ્ધ તેના જ એક વિદ્યાર્થીના વાલીએ ફરિયાદ આપી છે. આ વાલીએ ગણેશ આહિરે વિરુદ્ધ પોતાના દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદીએ પોલીસને કહ્યું કે, શુક્રવારે સાંજે તેમનો દીકરો રાબેતા મુજબ ગણેશ સરના ઘરે ટ્યુશને ગયો હતો. દરમિયાન સાંજના સાડા ચારેક વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન ગણેશ સરે પોતાની ત્યાં આવતા આ વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવ્યો હતો. ગણેશ સર વિદ્યાર્થીને બાથરૂમમાં લઈ ગયા હતા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ વિદ્યાર્થીએ તેના માતાને જણાવત તે પણ ચોંકી ગયા હતા અને ગણેશ સર સામે આ અંગે ફરિયા નોંધાવતા ડીંડોલી પોલીસે ગણેશ સર વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનો ગુન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપાયેલો પતંગ અગાસી પર લેવા ગયેલી કિશોરી સાથે છેડતી
સુરત: પાંડેસરા ખાતે કપાયેલો પતંગ છત ઉપર લેવા ગયેલી 12 વર્ષીય કિશોરી સાથે ઘર નજીક રહેતા યુવકે જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિજય બંસીલાલ પાટીલ પોતાના ટેરેસ ઉપર શુક્રવારે પતંગ ચગાવી રહ્યો હતો. ત્યારે ઘર નજીક રહેતી એક 12 વર્ષીય દીકરી કપાઈને આવેલી પતંગ લેવા માટે આવી હતી. ત્યારે પહેલેથી ટેરેસ પર પતંગ ચગાવી રહેલાં વિજયે આ કિશોરી ઉપર નજર બગાડી હતી અને કિશોરી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ ઉપરાંત પરીવારે વિજય રોજ કિશોરીને 10 રૂપિયા આપવાની લાલચ આપી છત ઉપર બોલાવી પોતાની હવસ સંતોષવા જાતીય સતામણી કરતો હોવાનુ પણ ફરિયાદમાં જણાવ્યું હતું. આ અંગે વિજય સામે પાંડેસરા પોલીસે જાતીય સતામણીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

Most Popular

To Top