ઝાલોદ : દાહોદ જિલ્લાના ઝાલોદ નગરનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા એક ૧૭ વર્ષીય સગીરાનો બાથરૂમનો વીડિયો મોબાઈલ ફોનમાં ઉતારી સગીરાને બ્લેકમેઈલ કરી તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજારતો હતો અને આખરે હિંમત દેખાડી આ મામલે સગીરાએ પોલીસ મથકે આવી ટ્યુશનના સંચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે સંચાલકની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળી રહ્યું છે.
ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરા ઝાલોદ નગરમાં આવેલ હેતા ટ્યુશન ક્લાસીસમાં કોચીંગ કરતી હતી. ટ્યુશન ક્લાસીસ દરમ્યાન એક દિવસ સગીરા લઘુશંકા માટે ટ્યુશન ક્લાસીસના બાથરૂમમાં ગઈ હતી જ્યાં હેતા ટ્યુશન ક્લાસીસનો સંચાલક નૈનેશભાઈ ભુરજીભાઈ ડામોરે પોતાના મોબાઈલ ફોનમાં આ લઘુશંકા માટે જતી સગીરાનો વીડિયો બાથરૂમમાં ઉતારી લીધો હતો અને ત્યારબાદ સગીરાને મળી આ વીડિયો તેને બતાવી સગીરાને અવાર નવાર બ્લેકમેઈલ કરવા લાગ્યો હતો અને ધાકધમકી પણ આપવા લાગ્યો હતો ત્યારે તારીખ ૧૪મી ફેબ્રુઆરીના રોજ નૈનેશ દ્વારા સગીરાને કહેલ કે, તું શરીર સંબધ નહીં બાંધવા દે તો હું તારો અશ્વિલ વીડિયો વાઈરલ કરી દઈશ, તેવી ધાકધમકીઓ આપી સગીરાની મરજી વિરૂધ્ધ ટ્યુશન ક્લાસમાંજ અવાર નવાર સગીરા ઉપર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. આખરે હારી થાકેલી સગીરાએ આ મામલે પોતાના પરિવારજનોને વાત કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને ગતરોજ સગીરાને લઈ પરિવારજનો ઝાલોદ પોલીસ મથકે આવી ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશ ભુરજીભાઈ ડામોર વિરૂધ્ધ બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.