World

જાપાનમાં 6.6ની તીવ્રતાના ભૂકંપ બાદ હવામાન વિભાગે આપી આવી ચેતવણી

નવી દિલ્હી: જાપાનમાં (Japan) ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 6.6 હોવાનું કહેવાય છે. ભૂકંપ બાદ જાપાનની હવામાન એજન્સીએ (Weather Department) સુનામીને (Tsunami) લઈને ચેતવણી (Alert) જાહેર કરી છે. જાપાનના સમય અનુસાર 5 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. 

હવામાન એજન્સીએ જાપાનના ઇઝુ ટાપુ પર 1 મીટર ઊંચા મોજા ઉઠે તેવી આગાહી કરી છે, જ્યારે પૂર્વમાં ચિબા પ્રીફેક્ચરથી પશ્ચિમમાં કાગોશિમા પ્રીફેક્ચર સુધીના વિસ્તારમાં 0.2 મીટર સુધીના મોજાની અપેક્ષા છે. સાવચેતીના ભાગ રૂપે દરિયા કાંઠાના વિસ્તારોના લોકોને ઊંચા સ્થળોએ ખસી જવાની સલાહ આપવામાં આવી છે. 

તમને જણાવી દઈએ કે જાપાનને પૃથ્વી પરના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાંનું એક માનવામાં આવે છે. 2011માં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે આવેલી સુનામીએ ઉત્તર જાપાનના મોટા ભાગોને તબાહ કરી નાખ્યા હતા. ફેંકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટને પણ ભારે નુકસાન થયું હતું.

બે દિવસ પહેલાં નેપાળ-ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા
ભારતમાં પણ તાજેતરના દિવસોમાં ભૂકંપના આંચકા ખૂબ જ અનુભવાઇ રહ્યા છે. ગઈ તા. ૩ ઓક્ટોબરે બપોરે લગભગ 2.53 વાગ્યે દિલ્હી-NCRમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. નેપાળમાં પણ ઘણી વખત ભૂકંપ આવ્યો છે.

જાણો કેવી રીતે આવે છે ભૂકંપ?
ધરતીકંપનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોની અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે. પછી સપાટીના ખૂણાઓને ફોલ્ડ કરવામાં આવે છે. સપાટીના ખૂણાના વળાંકને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે. જેના કારણે ધરતી ધ્રૂજે છે અને આપણે તેને ભૂકંપ ગણીએ છીએ.

Most Popular

To Top