અમેરિકન પ્રમુખપદ માટેની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં છે. સમય નજદીક આવતો જાય છે તેમ તેમ ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે પ્રચારયુદ્ધમાં નવાં ને નવાં શસ્ત્રો અપનાવતાં જાય છે અને જાહે૨ જનતા, ખાસ કરીને ફ્લોટિંગ વોટર્સ એટલે કે અનિર્ણીત મતદારોને આકર્ષવા વધુ ને વધુ પ્રયત્નો કરતા રહે છે. રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આ દિશામાં એક નવો નુસખો અપનાવ્યો છે. રસ્તામાં આવતા મેકડોનાલ્ડના એક આઉટલેટ પર ઊભા રહી ટ્રમ્પે મેકડોનાલ્ડના કર્મચારીની જેમ જ લોકોને એમના ઑર્ડર પીરસ્યા અને પાર્સલ પૂરાં પાડ્યાં હતાં. મેકડોનાલ્ડ પીત્ઝા ઉપરાંત બર્ગર, ફ્રેન્ચ ફ્રાઇઝ અને પફ જેવી વાનગીઓ પણ પીરસે છે અને અમેરિકાની આ જાણીતી ફાસ્ટફુડ ચેઈન હવે તો ભારત સહિત વિશ્વભરમાં પથરાયેલી છે જેના આઉટલેટ ઉપર સેંકડો ગ્રાહકો આવતાં હોય છે.
અમેરિકામાં એક છેડેથી બીજા છેડે હજારો કિ.મી. મુસાફરી કરી શકાય એવા રસ્તાઓનાં જાળાં ફેલાયેલાં છે. આપણે ફાસ્ફફુડ તેમજ ગેસ સ્ટેશન અને મોટેલ જેવી વ્યાપારી પ્રવૃત્તિને ખૂબ વેગ આપ્યો છે. અમેરિકાના પૂર્વપ્રમુખ અને આ ચૂંટણીમાં પ્રમુખપદ માટેના ઉમેદવાર ‘ડોનાલ્ડ મેકડોનાલ્ડ પર પહોંચી ગયા’જેવી આકર્ષક હેડલાઇન સાથે સમાચારો ચમકી રહ્યા છે. મેકડોનાલ્ડ પર પીત્ઝા વેચતા વેચતા ટ્રમ્પે એક મહત્ત્વનો સંદેશ વહેતો મૂક્યો. તેમણે કહ્યું, ‘આઈ લવ મેકડોનાલ્ડ, આઈ લવ જોબ.’
૨૦૧૬ની ચૂંટણીમાં અમેરિકામાં ધસી આવતા અને તેમાંય મેક્સિકો, આફ્રિકા તેમજ ભારતમાંથી અમેરિકા આવીને સ્થાયી થતા ઇમીગ્રન્ટ્સને કારણે સ્થાનિક અમેરિકનો નોકરી ગુમાવે છે અને એમને બેકારી અથવા ઓછી આવકવાળી નોકરી પસંદ કરવી પડે છે એ ચૂંટણીપ્રચારનો મુદ્દો બનાવી ટ્રમ્પ હિલેરી ક્લિન્ટન સામે વિજયી બન્યા હતા. લાગે છે કે ૨૦૨૪માં પોતાનો પ્રચાર તેઓ આ મુદ્દે વધુ તીવ્રતાથી કરી રહ્યા છે અને આશા રાખે છે કે, ઇમીગ્રેશન અંગેનો મુદ્દો તેમને જીત અપાવશે.
અત્યારે અમેરિકામાં બેકારીનું પ્રમાણ વધી રહ્યું છે અને પોતે જો સત્તા પર આવશે તો મેકડોનાલ્ડ જેવી વધુ નોકરીઓ આપતી પ્રવૃત્તિને પોષણ આપશે. આ નોકરીઓમાં ભાગ પડાવતા અમેરિકા આવી કામ કરતા લોકોની હરીફાઈમાંથી શક્ય તેટલા અમેરિકન મતદારોને રાહત અપાવશે જેથી બેકારીનું પ્રમાણ ઘટી શકે અને સરવાળે વધુ અમેરિકન નાગરિકો સમૃદ્ધ થાય એવો આડકતરો ઈશારો તેઓ કરી રહ્યા છે.
ઉપરાંત તેઓ બાઇડેનના કાર્યકાળ દરમિયાન થયેલા ભાવવધારા તેમજ વ્યાજદરમાં વધારા, જેણે ફુગાવાને પોષ્યો તેને બદલે પોતે ચૂંટાઈ આવશે તો મોંઘવારી નીચી લઈ જશે એવી વાત પણ તેઓ કરે છે. ૨૦૨૦ની ચૂંટણી ટ્રમ્પ હાર્યા તે સમયે તેઓ એટલા બધા હવામાં હતા કે પોતાનો ચૂંટણી મેન્યુફેસ્ટો પણ બનાવ્યો નહોતો, જે ક્ષતિ આ વખતે નિવારાઈ છે અને પોતે ચૂંટાઈ આવશે તો સરેરાશ અમેરિકનની આવક વધશે, બેકારીનું પ્રમાણ ઘટશે, મોંઘવારી ઘટશે અને પરિણામે બૅન્કોના વ્યાજદર પણ ઘટશે તેવી વાત કરી ટ્રમ્પ અમેરિકન મતદાતાઓને લોભાવે છે.
આ બધા વચ્ચે મેકડોનાલ્ડ કંપની માટે એક માઠા સમાચાર પણ આવ્યા છે. એબીસી ન્યૂઝ દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ સીડીસી એટલે કે સેન્ટ્રલ ફોર ડીસીસ કન્ટ્રોલના સંશોધન દ્વારા શોધી કાઢવામાં આવ્યું છે કે મેકડોનાલ્ડના ઉત્પાદનમાં ખાસ કરીને કોલોરાડો જેવાં રાજ્યોમાં ઈ-કોલી બેક્ટેરિયાને કારણે રોગચાળો ફેલાય છે. મોટા ભાગે ડીહાઈડ્રેટેડ ઓનિયન પાઉડર એટલે કે સૂકી ડુંગળીનો પાઉડર આ પ્રકારના બેક્ટેરિયા માટે જવાબદાર છે. આને કારણે અત્યાર સુધીમાં ૪૯ જેટલાં લોકો માંદા પડ્યાં છે અને એકનું મૃત્યુ થયું છે. અમેરિકા જેવો દેશ જે સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થની શુદ્ધતાને અત્યંત મહત્ત્વ આપે છે ત્યાં ટ્રમ્પના મેકડોનાલ્ડના પ્રચારની સામે કમલા હેરિસ આ ઈ-કોલી બેક્ટેરિયાનો ઉપદ્રવ અને એકનું મૃત્યુ કઈ રીતે રજૂ કરશે તે જોવાનું રહેશે. બિચારો ટ્રમ્પ! કહેવાય છે કે નસીબ વાંકું હોય તો ઊંટ પર બેઠા હોય તો પણ કૂતરું કરડી જાય!!.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.