Columns

આજે શહીદ થયેલા કારસેવકોની આત્માને સાચી શ્રદ્ધાંજલિ મળશે

એક રીયુનીયન હતું જુના મિત્રો ભેગા થયા અને જૂની વાતો અને જુના સપનાઓ યાદ કરીને હસી રહ્યા હતા.મસ્તી મજાક બાદ વાતોએ સિરિયસ વણાંક લીધો બધા પોતાના સપના …સપના માટે કરેલો સંઘર્ષ …મહેનત ..મળેલી થોડી સફળતાઓ અને ઘણી બધી નિષ્ફળતાઓ  વિષે વાત કરવા લાગ્યા. મોટાભાગનાની વાતોનો સુર એવો હતો કે ઘરની ..કુટુંબની ..બાળકોની..જવાબદારીઓમાં આપણે આપણા માટે જીવવું જ ભૂલી ગયા જાણે પોતાની મન મરજી મુજબનું જીવવાનું જ રહી ગયું.આ વિચાર બધાના મનમાં એક છાના ખૂણે હતો જે તેમને સતાવી રહ્યો હતો.વાતાવરણ ધીરે ધીરે ગંભીર થઈ રહ્યું હતું…કોઈ રમતવીર બિઝનેસમેન થઇ ગયો હતો …

કોઈ દુનિયા જીતવાનું કૌવત ધરાવતી ગૃહિણી બનીને રહી ગઈ હતી ..બધાના મનમાં કૈંક બાકી રહી ગયાની લાગણી હતી  એક લેખક દોસ્ત હતો તેણે વાતાવરણને હળવું કરવા અને બધા દોસ્તોને સાચો રસ્તો બતાવવા બહુ સરસ વાત કરી  …તેને કહ્યું, ‘દોસ્તો મારે લેખક બનવું હતું લેખક બન્યો પણ ઘર ચલાવવામાં તકલીફ પડવા લાગી ત્યારે એક નહિ બે બે પરત ટાઈમ જોબ પણ કરી…પણ સતત સપનું જોયું કે આપણા ટાઇમ આયેગા ……આપણા પણ દિવસો આવશે.દોસ્તો આપણે બધા આ સપનું જોઈએ જ છીએ ૧૮ વર્ષે વિચારતા હતા ભણશું ..ગણશું …આગળ વધશું ….મહેનત કરશુ …. દુનિયા બદલશુ…આપણા ટાઇમ આયેગા ..પણ તે સમય ન આવ્યો અને ભણ્યા બાદ જવાબદારી વધી કામણી ..નોકરીની ..ઘરની ..પરિવારની …ત્યારે વિચાર્યું પહેલા આ જવાબદારી પૂરી કરી લઈએ પછી આપની રીતે જીવીશું ..કૈંક નવું કરીશું …

આપણો સમય આવશે જે આપની ઈચ્છા પ્રમાણે ખુશી લાવશે …..સમય વીત્યો પણ આપણી ઈચ્છા પ્રમાણેનું કશું થયું નહિ…ચાલીસના થયા પણ સપના ઘણા બાકી હતા પણ હવે આપણા સપનાઓ બાજુ પર મૂકી બાળકોના સપના પુરા કરવાના હતા …બધી જવાબદારીઓના ભારમાં સપના છેક નીચે દબાઈ ગયા …આજે ૫૦ના થવા આવ્યા …મિત્રોને મળ્યા ત્યારે સમજાયું કે વાળ બધાના ગયા અને હતા તેના સફેદ થઇ ગયા……’ આ સાંભળીને ગંભીર વાતવરણમાં પણ બધા હસી પડ્યા. મિત્રએ હસતા હસતા જ વાત આગળ કહી, ‘દોસ્તો મારા આમ જ હસતા રહો …આજે બધી જવાબદારીઓ પૂરી થઇ છે છોકરાઓ મોટા થઈ ગયા…પોતાના જીવન સંઘર્ષમાં લાગી ગયા છે આપણે વિચારીએ છીએ હવે તો આપણો ટાઈમ આવશે …મિત્રોને મળીશું …જૂની વાતો યાદ કરીશું ..

હરીશું ..ફરીશું ..મસ્તી મજાક કરીશું …પણ ઘૂંટણ દુખે તો કોઈકની કમર  કે પગ જવાબ આપશે …’ વળી બધા હસ્યા. મિત્રએ આગળ કહ્યું, ‘ચાલો હવે સ્વાસ્થ્યણે પણ ભૂલી ગયા હતા તેની પર ધ્યાન આપીશું …રોજ ચાલવા જશું અને વળી કયાંક ગાઠીયા જલેબી તો ક્યાંરેક મિસળ પાવની મોજ માણીશું.અને એસીડીટી સતાવશે તો દવા લઇ લઇશું.મિત્રો, જૂની વાતો યાદ કરી દુઃખી થવાની જરૂર નથી અને રાહ જોવાની પણ જરૂર નથી કે આપણો ટાઈમ આવશે ..આપણા ટાઈમને આપણે અત્યારથી જ આપણી  રીતે ઉજવવાની જરૂર છે.’ લેખક મિત્રની વાતો બધા મિત્રોએ તાળીઓ સાથે વધાવી લીધી અને બોલ્યા , ‘આપણા ટાઈમ આ ગયા.’          -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top