સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન તે સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી જેઓ, અગિયારમી જાન્યુઆરી ઓગણીસો છાંસઠ (૧૧-૧-૧૯૬૬) ના દિને અવસાન પામ્યા હતા, ત્યારે એવું કહેવાયું હતું કે, ‘નહેરુએ જે, અઢાર વર્ષના સમયગાળામાં નથી કરી શકયા તે જ કામ સદ્ગત શાસ્ત્રીજીએ ફકત અઢાર મહિનામાં જ કરી બતાવ્યું હતું.
ભારત જેવા આર્થિક દૃષ્ટિએ નબળા દેશનો નેતા કેવો હોય? એનો સર્વોત્તમ દૃષ્ટાંત કહો કે, ‘ઉચ્ચ આદર્શ’ એઓ ચરિતાર્થ કરી ગયા. એમની વડાપ્રધાન તરીકેની ‘સાદગી’ જગતભરમાં જાણીતી હતી, પાકિસ્તાનના આક્રમણે તેમણે… એમની આગવી કુનેહથી એક, ‘મહા સેનાપતિ’ની ઢબે ટકકર લઇ જંગ જીત્યા હતા.
આખરે તેઓ હૃદયરોગના હુમલાથી અવસાન પામેલા, આજે જયારે દેશભરમાં ‘ખેડૂત આંદોલન’ અગ્ર ચર્ચાસ્થાને ઊભરી રહ્યું છે, ત્યારે…. સ્વ. ‘લાલ’બહાદુર શાસ્ત્રીજીનું જવલંત સૂત્ર યાદ અપાવી જાય છે કે, ‘જય જવાન જય કિસાન’ આજે જાણે ગંગા વિરુધ્ધ દિશામાં… વહી રહી છે…. ‘ભલે ઘવાય જવાન’ અને છો’ને કકળે (સહન કરે) કિસાન (ખેડૂત)’
સુરત- પંકજ શાંતિલાલ મહેતા -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.